Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

સત્તાધારની જગ્યાના પરમ સેવક વિનુભાઇ ટાંકને અકસ્માતઃ પૂજય વિજયબાપુ-પૂ.રાજેન્દ્રબાપુએ ખબર પૂછયા

રાજકોટઃ શ્રી આપાગીગાની વિશ્વપ્રસિધ્ધ જગ્યા - સત્તાધારધામના સેવક વિનોદભાઇ એમ. ટાંક (સતાધાર એન્ટરપ્રાઇઝ ડેવલપર્સ એન્ડ એસ્ટેટ)રાજકોટને થોડા દિવસો પહેલા મોટર સાયકલ એકસીડન્ટ થયેલ. આપાગીગાના અને ગુરૂમહારાજ શ્રી જીવરાજબાપુના આર્શીવાદથી તબિયત ઘણી સારી છે. કોરોનાની મહામારીના સમયમાં રૂબરૂ નહિ પધારવા સહુમિત્રો, સ્નેહીઓ, સગા સંબંધીઓને વિનુભાઇએ વિનંતી કરી છે.  સતાધારની મહિમાવંતી અને સત અને સેવા તથા અનન્ય ગૌ-સેવા સહિતના સેવા કાર્યોથી ઓપતી આ મહાન જગ્યાના સેવાકાર્યોને ગાદીપતિ પૂજય વિજયબાપુ અવિરત ચલાવી રહયા છે. પૂજય વિજયબાપુ વિનુભાઇના ખબર અંતર પુછવા ખાસ રૂબરૂ પધાર્યા હતા અને આર્શીવાદ આપેલ. તોરણીયા ધામથી પૂ. રાજેન્દ્રબાપુ પણ પધાર્યા હતા તેમ શ્રી ચિરાંગ ટાંક (મો.૯૮૨૪૨ ૯૮૯૩૨/ ૮૬૮૬૧૬૧૧૧૧), શ્રી રૂપેશ મહેતાએ જણાવ્યું છે.

(12:46 pm IST)