Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

મોરબી જીલ્લામાં કોરોનાના વધુ ૧૪ કેસ નોંધાયાઃ બે દર્દીના મોતઃ કુલ કેસનો આંક ૨૫૭: જીલ્લામાં કુલ ૧૯ દર્દીના મૃત્યુ

મોરબી,તા.૨૮: જીલ્લામાં કોરોના કહેર સતત વધી રહ્યો છે જેમાં મોરબી શહેર, તાલુકા ઉપરાંત માળિયા અને હળવદમાં કોરોનાના વધુ ૧૪ કેસ નોંધાયા છે તો વધુ બે ડાડીણા મૃત્યુને પગલે જીલ્લામાં કુલ ૧૯ દર્દીના અત્યાર સુધીમાં મોત થયા છે.

મોરબી જીલ્લામાં કોરોનાના નવા ૧૪ કેસ નોંધાયા છે જેમાં માળીયા તાલુકામાં પ્રથમ કેસમાં વેણાસર ગામનો ૧૬ વર્ષનો સગીર, મોરબીના પંચાસર રોડ પરના ન્યુ જનકના ૮૦ વર્ષના મહિલા, શકત શનાળાના ૩૩ વર્ષના મહિલા, હળવદના ભીડ ભંજન મંદિરના ૫૪ વર્ષના પુરુષ, હલ્વડા ગિરનારીનગરના ૨૮ વર્ષના યુવાન, વાંકાનેરના હસનપરના રહેવાસી ૫૪ વર્ષના પુરુષ, હળવદ ગિરનારીનગરના ૫૦ વર્ષના મહિલા, મોરબીના વાવડી રોડ મારૂતિનગરના રહેવાસી ૩૫ વર્ષના પુરુષ, મોરબીના ખરેડા ગામના ૬૨ વર્ષના પુરુષ, મોરબીના કાયાજી પ્લોટના રહેવાસી ૧૮ વર્ષની મહિલા, ૨૦ વર્ષના પુરુષ, મોરબીના કાંતિપુર (બગથળા) ના ૨૪ વર્ષના પુરુષ, મોરબીના રવાપર રોડ શ્રી રામનિવાસ હરિહર નગર ૨ ના રહેવાસી ૩૮ વર્ષના પુરુષ અને મોરબીના કામધેનું પાર્ટી પ્લોટ પાસે ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના ૪૬ વર્ષના પુરુષનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

તો આજે મોરબી જીલ્લાના બે દર્દીના મોત થયા છે જેમાં લીલાપર રોડ પાસે રહેતા ૫૫ વર્ષના પુરુષ અને વાંકાનેરના હસનપર ગામના રહેવાસી ૫૪ વર્ષના પુરુષ એમ બેના મોત થયા છે આજના કેસો સહીત મોરબી જીલ્લામાં કુલ કેસનો આંક ૨૫૭ થયો છે જેમાં ૯૦ એકટીવ કેસ છે તો ૧૪૮ દર્દીઓ સ્વસ્થ થયા છે જયારે જીલ્લામાં કુલ ૧૯ દર્દીના મૃત્યુ થયા છે.

(12:49 pm IST)