Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

જેતપુરમાં કાલે સ્વ.રાદડીયાની પુણ્યતીથી નિમિતે મહારકતદાન કેમ્પ

જેતપુર, તા., ૨૮: જામકંડોરણા બાદ જેતપુરને પોતાની કર્મભુમી બનાવનાર  સાંસદ સ્વ. વિઠલભાઇ રાદડીયાની આવતીકાલે પ્રથમ વાર્ષિક પુણ્યતીથી હોય તેમણે સેવા પોતાનો જીવનમંત્ર બનાવેલો. તેથી સમાજના છેવાડાના વ્યકિત સુધી સેવાની જયોત પ્રજવલીત રહે તેવા હેતુથી જેતપુર માર્કેટીંગ યાર્ડના યજમાન પદે યુવા કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાના  માર્ગદર્શન હેઠળ શહેરની વ્યાપારીક, સામાજીક સંસ્થાઓ સહકારી મંડળી, નગર પાલીકા, ડાઇંગ એન્ડ પ્રીન્ટીંગ એસોસીએશન, ખરીદ વેચાણ સંઘ, તાલુકા પંચાયત, ખોડલધામ સમીતી, સરકારી આર્યુવેદીક દવાખાનું સહીતની સંસ્થાઓના સહયોગથી મહારકત દાન કેમ્પનું આયોજન ખેતીવાડી ઉત્પન બજાર સમીતી ખાતે સવારે ૮ થી ૧ર કલાકે યોજાશે. જેમાં મેડીકલ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલીત બ્લડ બેંકની ટીમ સેવા આપશે.

આ ઉપરાંત આ સ્થળ ઉપર જ માં અમૃતમ કાર્ડ માસ્ક વિતરણ કોરોનાથી બચવા આયુર્વેદીક ઉકાળો વિતરણ કરાશે. ઉપરાંત  તાલુકા હેલ્થ ઓફીસના સહયોગથી ધનવન્તરી રથ રાખવામાં આવશે તેમાં હેલ્થ ચેક અપ કરી જરૂરીયાતમંદ દર્દીઓ તાવ, ઉધરસ સર્દીની ચકાસણી સ્થળ પર કરી આપવામાં આવશે.

આ સેવા કાર્યનો લાભ લેવા તેમજ રકતદાન કેમ્પમાં રકતદાન કરી વિઠલભાઇને સાચી શ્રધ્ધાંજલી અર્પણ કરવા તમામ લોકોને અનુરોધ કરાયો. આ કેમ્પમાં શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો શ્રધ્ધાંજલી અર્પણ કરવા આવનાર હોય આયોજકો દ્વારા સોશ્યલ ડીસ્ટન્સનું ધ્યાન રાખવા ઉપરાંત માસ્ક વગર આવનારને માસ્ક વિનામુલ્યે આપવામાં આવશે.

જેતપુર શહેર ઉપરાંત અન્ય સ્થળોએ પણ વિઠલભાઇના સેવાકાર્યોનું ઋણ અદા કરવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. સિંધી સમાજ દ્વારા પણ રકતદાન કેમ્પનું આયોજન સ્વામી લીલાશાવાડી લોહાણા મહાજન વાડી પાસે સવારે ૮ થી ૧ર કરવામાં આવેલ છે. તેમણે તમામ ધાર્મિક સ્થળોએ પટેલ સમાજ બનાવવાનું ઉમદા કાર્ય કરેલ જેમાં જેતપુરમાં અત્યાધુનિક પટેલ સમાજ બનાવવાનું ઉમદા કાર્ય કરેલ જેમાં જેતપુરમાં અત્યાધુનિક પટેલ સમાજ ભવન પાર્ટી પ્લોટનું નિર્માણ લોકોને કાયમી યાદગાર બની ગયું કેમ કે આ ભવનના નિર્માણમાં તેમણે પોતાનું લોહી રેડયું છે. બાંધકામમાં પાણી છાંટવા પોતે જાતે સવારથી પહોંચી જતા તમામ કાર્યો તેની દેખરેખ હેઠળ જ પટેલ સમાજનું નિર્માણ તેમનું લક્ષ્ય હતું. જેના લોકાર્પણમાં જનમેદની ઉમટી પડેલ.

જામકંડોરણામાં ગૌશાળા કન્યા છાત્રાલય વગેરે તેવા કાર્યો વર્ષો સુધી નહી ભુલી શકાય. જેતપુર સીટી કાઉન્સીલ દ્વારા વિપુલભાઇના સહયોગથી સર્વજ્ઞાતિ સમુહલગ્નનું આયોજન શરુ થયેલ તેના દ્વારા ગરીબ માં-બાપની દિકરીઓને સોના-ચાંદીના દાગીના સહીતની ચીજ વસ્તુઓનો કરીયાવર આપેલ. સ્વ.વિઠલભાઇ રાદડીયાની પ્રથમ પુણ્યતીથી નિમિતે યોજાનાર મહારકતદાન કેમ્પમાં સાંસદ રમેશભાઇ ધડુક સહીતના રાજકીય, સામાજીક આગેવાનો ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માર્કેટીંગ યાર્ડ ચેરમેન દિનેશભાઇ ભુવા, રાજુભાઇ પટેલ, વી.ડી.પટેલ, જેન્તીભાઇ રામોલીયા, હરેશભાઇ ગઢીયા, ગોરધનભાઇ ધામેલીયા, સુરેશભાઇ અમરેલીયા સહીતના જહેમત ઉઠાવી રહયા છે.

(12:50 pm IST)