Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

કેશોદના ખીરસરા ધારે કાર હડફેટે ચાલક દંપતિ ઇજાગ્રસ્ત

કેશોદ,તા.૨૮: મુળ સામરડા ગામના અને અજાબ ગામે ખેત મજુરી કરતા ગોવિંદ અરજણ કામરીયાઙ્ગ (ઉ. વ. ૪૦) તથાઙ્ગ તેમના પત્ની સતીબેન ગોવિંદભાઈ કામરીયા (ઉ. વ. ૩૫) બાઈકમાંઙ્ગ સામરડાથી અજાબ જવા માટે કેશોદ તરફ જઈ રહ્યા હતા ત્યારેઙ્ગ ખીરસરા ધારે પાસેઙ્ગ કેશોદથી પંચાળા તરફ જઈ રહેલઙ્ગ કાર ચાલકે બાઇકને ઠોકર મારતા બાઈક સવાર દંપતિ ફંગોળાતા બંન્ને ઈજાગ્રસ્ત થતા કેશોદની સિવિલ હોસ્પિટલમાં દંપતિને ગંભીર ઈજા જણાતા વધુ સારવાર માટેઙ્ગ દંપતિને જુનાગઢ રીફર કરવામાં આવ્યા હતા. જેમાં બાઇક ચાલક ગોવિંદભાઈને વધુ ગંભીર ઈજા થઈ છે.

જયારે કારચાલક કાર છોડી ભાગી ગયા હોવાનું તથા ચાલક ફુલરામા ગામનો છે. તેમજ કાર બાઈક હડફેટે ચડતા કાર ખીરસરા ધારે આવેલ બસ સ્ટેન્ડ પાસેના બાવળના થડ સાથે ટકરાતા કારચાલક સાથે કારમાં સવાર લોકોનો કુદરતી બચાવ થતા સદનસીબે કોઈ ઈજા થયેલ ન હતી.

(12:52 pm IST)