Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

જુનાગઢ જિલ્લામાં જુગારની જામતી મોસમઃ વધુ ૧૮ મહિલા સહિત પ૭ની ધરપકડ

રોકડ સહિત રૂ.ર.૬૦ લાખનો મુદામાલ કબ્જે કરાયો

જુનાગઢ તા. ર૮ : જુનાગઢ જિલ્લામાં પોલીસે દરોડાનો દોર જારી રાખીને વધુ ૧૮ મહિલા સહિત પ૭ શકુનીને રૂ.ર.૬૦ લાખના મુદામાલ સાથે જુગાર રમતા ઝડપી લેતા જુગારી આલમમાં હલચલ મચી ગઇ છે.

જુનાગઢ શહેર અને જિલ્લામાં જુગારની પ્રવૃતિનો મોસમ ખીલી છે. ડીઆઇજી મન્નીદરસિંઘ પવાર અને એસપી સૌરભસિંઘની સુચનાથી પોલીસે દરોડાની કાર્યવાહી યથાવત રાખી છે.

જુનાગઢમાં ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં બી ડીવીઝનના પીએસઆઇ વી.કે. ડાકીએ શકિતનગરમાં દરોડો પાડીને ૯ મહિલાને રૂ.ર૪૬૦ સાથે જુગાર રમતા પકડી પાડી હતી.

આજ પ્રમાણે બી ડીવીઝન ડીસ્ટાફના પીએસઆઇ એ.કે. પરમાર વગેરેએ શહેરના ઓઘડનગરમાંથી ૬ જુગારીની રૂ.૧૩૮૩૦ સાથે ધરપકડ કરી હતી.જોશીપરામાંથી વુમન એએસઆઇ ડી.ડી.ડાંગરે ત્રણ શખ્સોને રૂ.૩૪પ૦ સાથે જુગાર રમતા પકડી પાડયા હતા.વિસાવદરના પોલીસ જમાદાર એમ.જી.અખેડે હસનાપુર ગામની સીમમાંથી ૬ જણાને રૂ.ર૩૮૭૦ સાથે અને એએસઆઇ શ્રી ચૌવટે ખંભાળીયા ગામેથી પાંચ જણાને રૂ. ૭૧૦૦ સાથે જુગાર રમતા ઝડપી પાડયા હતા.

જુનાગઢ તાલુકાના પોલીસ જમાદાર એન.આર.ભેટારીયા વગેરેએ ખામધ્રોળ રોડ વિસ્તારમાંથી ૯ મહિલાને રૂ.૧૦૩ર૦ સાથે જુગાર રમવા સબબ પકડી પાડી હતી.

વંથલીના શાંતલપુર ગામે વાડીમાં ચાલતા જુગાર ધામનો પર્દાફાશ કરી પોલીસે ૭ શકુનીને રૂ.૧.૩૯ લાખના મુદામાલ સાથે જુગાર ખેલતા પકડી લીધા હતા.

માણાવદર પોલીસે ભીંડોરા ગામમાંથી ૯ જણાને રૂ.પ૯,૦૬૦ ના મુદામાલ સાથે અને બાંટવાના ચુનારાવાસમાંથી સ્થાનિક પોલીસે ત્રણ શખ્સોને રૂ. ૧૭૯૦ સાથે જુગાર રમતા પકડી પાડયા હતા.

(12:52 pm IST)