Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

જુનાગઢ જિલ્લામાં પોઝીટીવ કેસનો આંક ૮૦૦ ની નજીકઃ કુલ મોત ર૮

હજુ ૧૮૩ દર્દી સારવાર હેઠળ

જુનાગઢ તા. ર૮ : જુનાગઢ જિલ્લામાં પોઝીટીવ કેસનો કુલ આંક ૮૦૦ ની નજીક પહોંચવા આવેલ છે. અત્યાર સુધીમાં કુલ મોત ર૬ થયા છે.

ગઇકાલે સપ્તાહના પ્રથમ દિવસે નવા ર૬ કેસ નોંધાયા હતા જેમાં જુનાગઢ સીટીના ૧ર અને જુનાગઢ ગ્રામ્યના પાંચ કેસનો સમાવેશ થાય છે. ગઇકાલે વિસાવદરના એક કોવીડ દર્દીનું મૃત્યુ થયું હતું.

અત્યાર સુધીમાં જુનાગઢ જિલ્લામાં કુલ કેસ ૭૬૧ અને કુલ મૃત્યુ ર૯ થયેલ છે હજુ ૧૮૩ દર્દી સારવાર હેઠળ છે.

છેલ્લા એક સપ્તાહથી પોઝીટીવ કેસ વધતા તંત્ર ચિંતામાં મુકાય ગયું છે. જુનાગઢમાં ગઇકાલની સ્થિતિએ કુલ પોઝીટીવ કેસ ૪ર૯ થયા છે. જયારે જુનાગઢ ગ્રામ્યમાં ૬૪ કેસ કેશોદ-૪૩, ભેંસાણ-ર૩, માળીયાહાટીના-૧ર, માણાવદર-ર૭, મેંદરડા-રપ કેસ, માંગરોળ-૧૦, વંથલી-૪પ અને વિસાવદર શહેર-તાલુકામાં કુલ પોઝીટીવ કેસ થયા છે.

સૌથી વધુ ૪ર૯ કેસ જુનાગઢ શહેરમાં અને સૌથી ઓછા ૧૦ કેસ માંગરોળમાં નોંધાયા છે.

જુનાગઢ શહેરના લોકડાઉન દરમ્યાન કેસોની સંખ્યા ઓછી હતી.પરંતુ અનલોક શરૂ થયા બાદ દરરોજ કોરોના પોઝીટીવ કેસ વધવા લાગ્યા છે. શહેરની અમુક બજારો અને માર્કેટોમાં ભીડ જોવા મળતી હોય સંક્રમણની શકયતા વધી રહી છે.

આ સંજોગોમાં જુનાગઢ વાસીઓએ હજુ વધુ સાવચેતી રાખવાની આવશ્યકતા છે.

(12:53 pm IST)