Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

જુનાગઢમાં બે સ્થળેથી ૩૪૦૦૦નો દારૂ પકડાયો

જુનાગઢ, તા. ર૮ : જુનાગઢ રેન્જ ડીઆઇજીપી મન્દિર પ્રતાપસિંહ પવારની સુચના મુજબ  નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના કરેલ હોય જે અંતર્ગત રેન્જ સાયબર સેલના ઇચા. પો. ઇન્સ. કે.કે.ઝાલાના માર્ગદર્શન હેઠળ એબ્સ્કોન્ડર સ્કોડ સ્કોડના ઇચા. પો.સબ ઇન્સ. પી.જે. રામાણી તેમજ એ.એસ.આઇ. એસ.એમ. દેવરે તથા પો. હેડ કોન્સ. ગીરૂભા વાઘેલા તથા સાયબર સેલના પો.હેડ કોન્સ. જે.પી. મેતા તથા આર.આર. વાળા તથા પો.કોન્સ. ભરતભાઇ ચાવડા તથા પ્રવિણસિંહ મોરી તથા જીગ્નેશભાઇ ચાવડા તથા સાગરભાઇ પરમારએ રીતેના સ્ટાફ જુનાગઢ શહેર વિસ્તારમાં કોરોના વાયરસ સબબ પેટ્રોલીંગમાં હતાં.

દરમિયાન જુનાગઢ થાણા રોડ પર નંદકિશોર એપાર્ટમેન્ટમાં રહેતા અમીન શાંતિભાઇ ભોય તથા ઉમંગભાઇ ભરતભાઇ જેઠવા  ઇંગ્લીશ દારૂ અમીતના મકાનમાં રાખેલ છે જે જગ્યાએ રેડ કરતા અમીત હાજર મળી આવેલ બીયરની કાચની બોટલ નંગ-ર૧૬ કિ.રૂ.ર૭૯૮૦ તથા મો.ફોન નંગ-૩ કિ.રૂ. ૬૦૦૦ મળી કુલ રૂ. ૩૩૯૮૦ના પ્રોહી મુદામાલ સાથે પકડી પાડી બી-ડીવી. પો.સ્ટે. ગુન્હો રજી. કરાવેલ છે.

બાદ હકીકત મળેલ કે , જુનાગઢ કડીયાવાડમાં મુરલીધર એપાર્ટમેન્ટમાં રહેતા ગૌરાંગ હર્ષદગીરી બાવાજી તથા ઉમંગભાઇ ભરતભાઇ જેઠવા ઇંગ્લીશદારૂ ગૌરાંગના મકાનમાં રાખેલ છે જે જગ્યાએ રેડ કરતા બીયરની કાચની બોટલ નંગ ૪૮ કિ.રૂ.૧,ર૪૦ તેમજ ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧પ કિ.રૂ.પ૦૦૦ એમ કુલ મુદામાલ કિ.રૂ.૧ર,ર૪૦નો મળી આવી પ્રોહી મુદામાલ પકડી પાડી એ-ડીવી. પો.સ્ટે. ગુન્હો રજી. કરાવેલ છે.

ઉપરોકત બન્ને પ્રોહી મુદામાલ બીયરની કુલ બોટલ નંગ-ર૬૪ ઇંગ્લીશ દારૂ બોટલ નંગ-૧પ તેમજ મો.ફોન નંગ-૦૩ એમ કુલ મુદામાલ ૪૬,રર૦નો મળી આવેલ અને ઉપરોકત બન્ને પ્રોહી મુદામાલ રીવાઝુદીન ઉર્ફે નઇમ જમાલદીન અન્સારી રહે. જુનાગઢ વાળા આપી ગયેલ જે અંગે બન્ને પો.સ્ટે.માં ધોરણસર ફરીયાદ આપી આગળની કાર્યવાહી કરવા માટે સોંપેલ છે.

(12:54 pm IST)