Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

જામનગર-લાલપુરમાં અડધો ઇંચઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં ઝાપટા વચ્ચે ધુપ-છાંવ યથાવત

રાજકોટ તા. ર૮ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધુપ-છાંવના માહોલ સાથે મિશ્ર ઋતુનો અનુભવ યથાવત છે આવા વાતાવરણ વચ્ચે હળવા - ભારે ઝાપટા રૂપે વરસાદ વરસી જાય છે.

છેલ્લા ર૪ કલાકમાં જામનગર અને લાલપુરમાં અડધો ઇંચ તથા કાલાવડમાં વરસાદી ઝાપટા પડયા છે.

જામનગર

જામનગર :..   શહેરનું આજનું હવામાન ૩ર.૬ મહત્તમ, રપ.પ લઘુતમ ૮૮ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬.૮ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

ખંભાળીયા

ખંભાળીયા :  દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વ્યાપક વરસાદ પડયો હતો બે દિવસમાં ખંભાળીયામાં ૬૭ મી.લી. મીટર સાથે મોસમનો ૧૪૩૮ થતાં સરેરાશ ર૦૧.૪૦ ટકા વરસાદ થયો છે તો ભાણવડનો બે દિવસનો ૬પ મી. લી. સાથે ૮પ૯ દ્વારકાના ૪૮ મી.લી. સાથે ૭૮પ તથા કલ્યાણપુર તાલુકામાં ૪ મી. લી. સાથે ૧૦૭પ ટોટલ વરસાદ પડયો છે.

ખંભાળીયા ર૦૧.૪૦ ટકા, ભાણવડ ૧૩૬.૧૩ ટકા દ્વારકા ૧૬૯.પપ ટકા તથા કલ્યાણપુરમાં ૧૪૩.૩૩ ટકા વરસાદ પડયો હતો.

ભારે વરસાદ બાદ ર ઇંચ વરસાદ પડતા ફરી જિલ્લાના તમામ ડેમો ઓવરફલો થઇ ગયા છે.

(12:56 pm IST)