Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

જામનગરમાં દરેડ જીઆઇડીસીમાં બોગસ ડોકટર પ્રદિપ ચાવડા ઝડપાયો

ગ્લુકોઝના બાટલા, ઇન્જેકશન, એલોપેથી દવાઓનો જથ્થો જપ્ત

પ્રથમ તસ્વીરમાં દવાખાનુ, બીજી તસ્વીરમાં ઝડપાયેલા ડોકટર અને ત્રીજી તસ્વીરમાં જપ્ત કરાયેલ સામાન નજરે પડે છે. (તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

જામનગર, તા.૨૮: જામનગરના દરેડ જીઆઇડીસી ખાતે ડીગ્રી વગરના ડોકટર પ્રદીપ ચાવડા નામના ઘોડા ડોકટરને SOG દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો.

ઝડપાયેલા ડીગ્રી વગરનો ડોકટર દરેડ GIDC3માં દિપાલી નામની કિલનિક ચલાવતો હતો. જે કિલનિકમાં ડોકટર નો સામાન પણ મળી આવ્યો છે.

પોલીસે કલીનીંક પરથી એક સ્ટેથોસ્કોપ, એક બીપી માપવાનું મશીન, ચાર ગ્લુકોઝના બાટલા, ૧૮ નંગ પ્લાસ્ટિકની બાટલા ચડાવવાની નળીઓ, છ નંગ ઈન્જેકશન, જુદી જુદી કંપનીની એલોપથી દવાઓ કબજે કરવામાં આવી હતી. એસઓજીએ આ ડોકટરની સામે પંચકોશી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એકટ મુજબ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

(12:56 pm IST)