Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

ભાણવડના નામાંકિત વેપારીની પત્ની સહિત છ મહિલા જુગાર રમતી ઝડપાઇ

ખંભાળિયા તા. ર૮ : ભાણવડ પોલીસે જુગારના બે દરોડામાં મહિલાઓ સહિત ૧૧ શખ્સોને ઝડપી લઇ ગુનો નોંધ્યો છે. પોલીસ સુત્રોમાં નોંધાયેલી વિગત મુજબ ભાણવડના બસ સ્ટેન્ડ પાસેથી કૃષ્ણનગર સોસાયટીમાં કેટલીક મહિલાઓ જાહેરમાં જુગાર રમતી હોવાની બાતમીના આધારે ભાણવડ પોલીસ મથકના એએસઆઇ એલ.આઇ.ગઢવી, હેડ કોન્સ. મહેન્દ્રસિંહ જાડેજા સહિતના મહિલા સ્ટાફે રેઇડ કરતા જુગાર રમતી નિરૂબેન કરશનભાઇ કારાવદરા રહે. કૃષ્ણનગર સોસાયટી, વનીતાબેન જેન્તીભાઇ રાઠોડ રહે.પંચવટી, શાંતિબેન રણમલભાઇ ચાવડા રહે. મંત્રી સોસાયટી, કુસુમબેન દેવાયતભાઇ બકોત્રા રહે. બસ સ્ટેન્ડ પાછળ જલ્પાબેન મેરામણભાઇ કનારા રહે. કૃષ્ણનગર સોસાયટી તથા પારૂલબેન અલ્કેભાઇ રાડીયા રહે શિવમ પાર્ક તમામ મહિલાને રોકડ રૂ.પ૩૩૦ ની મતા સાથે ઝડપી લઇ ગુનો નોંધ્યો હતો બિજા દરોડામાં ગુંદા હરીપર ગામની સીમમાં જુગાર રમતા સવાદેવશી ટોરીયા, રૂડા ભગા ટોરીયા, માંડવ પુના ટોરીયા, જયેશ દેવા ગાગીયા, કરશન જેઠા ઓડીય રહે. તમમ હરીપર ગુંદા ભાણવડ વાળાઓને રોકડ ૧ર૦૦ ની મતા સાથે ઝડપી લીધા હતા અત્રે ઉલ્લેખનીય છે. કે ઝડપાયેલી છે મહિલા પૈકીની એક મહિલા ભાણવડના નામાંકિત પેઢી ધરાવતા વેપારીની પત્ની છે અને તાજેતરમાં જ તેમના પુત્રનુ નામ ગાંજા પ્રકરણમાં જાહેર થયું હતું.

ભાટીયામાં રહેણાંક મકાનમાં જુગાર ધામમાંથી છ ઝડપાયા

ભાટીયા ગામે રામમંદિર પાસે રહેતો  સત્યરોજ જાફર વેરસીયા પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી અંગત ફાયદા માટે નાલ ઉઘરાવી જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે કલ્યાણપુર પોલીસે દરોડો પાડતા જુગાર રમી પૈસાની હારજીત કરતા રાજશી ગોવા લગારીયા, દીલીપ બટુક દાવદ્રા, જીત્રાન નુરદીન મલેક, દિનેશ માંડણ માડમ, દેશુર અરજણ ચાવડા તથા મકાન માલીક સાયરોજ જાફર વેરસીયા તમામને રોકડ ૧૮,૮પ૦ તથા મોબાઇલ નંગ ૪ મળી કુલ રૂ. ૩૬,૮પ૦ ની મતા સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(1:05 pm IST)