Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં એક જ દિવસમાં કોરોનાના ૧૧ કેસથી ફફડાટ

ખંભાળીયા તા. ર૮ :.. દેવભૂમિ દ્વારકા જિલ્લો કોરોના સમયમાં દિવસો સુધી એક પણ કેસ વગરનો રહ્યો હતો. રવિવારે એક જ દિવસમાં ૧૧ કેસ નોંધાતા તંત્રમાં હડકંપ  મચી ગયો છે. દ્વારકા તાલુકામાં સાત, ભાણવડમાં ત્રણ અને કલ્યાણપુરમાં એક નોંધાતા ભારે દોડધામ મચી જવા પામી છે.

દ્વારકા પ્રાંત અધિકારી શ્રી નિહાર ભેટારિયાને કોરોના પોઝીટીવ નીકળતા તેમને કોરોના વોર્ડ ખંભાળીયા હોસ્પિટલમાં દાખલ કરાયેલા જે પછી ચાર દિવસની સારવાર પછી તેમને કોરોના લક્ષણો ના હોય દ્વારકા હોમ કોરેન્ટાઇન કરીને મેડીકલ ટીમ દ્વારા સતત ચેકીંગમાં રાખવામાં આવ્યા છે.દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઇકાલે એક સાથે ૧૧ કેસ નીકળતા કુલ પપ નો કોરોના પોઝીટીવનો આંકડો થયો છે. જેમાં ૧૬ ને એકિટવ કેસ તરીકે હોસ્પિટલમાં રખાયા છે.

(1:06 pm IST)