Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

મોટા ખડવા ગામે કૂવામાં ન્હાવા પડતા ડૂબી જતા મોત

ચંગા પાટીયા પાસે બાઇક સ્લીપ થતા યુવાનનું મૃત્યુ : ૯ મહિલા સહિત જુગાર રમતા ૪૫ ઝડપાયા

જામનગર તા. ૨૮ : લાલપુર તાલુકાના મોટા ખડબા ગામે રહેતા રંજનાબેન મુકેશભાઈ કેચાપા, ઉ.વ.૪૦ એ લાલપુર પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, મુકેશ નવલસીંગ કેચાપા, ઉ.વ.૪૮, રે. મોટખડબા ગામ, ભરતસિંહ મનુભા જાડેજાની વાડીમાં મુકેશ કુવામા નાવા જતા પાણીમાં ડુબી જતા મૃત્યુ પામેલ છે.

વરવાળા ગામે જુગાર

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. પોલાભાઈ દેવાભાઈ આડેદરા એ ફરીયાદ નોંધાવી છે કે, વરવાળા ગામના રામ મંદિરના ઓટા પાસે, સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં ભુપતભાઈ લાખાભાઈ મોલાડીયા, હરેશભાઈ રણમલભાઈ સિહોરા, ભુપતભાઈ ભીમાભાઈ ગુજરાતી, રે. વરવાળા એ જાહેરમાં જુગાર રમતા રૂ.પપ૩૦ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ચંગા પાટીયા પાસે

ચંગા પાટીયા પાસે રહેતા અફતાબ ઉર્ફે અલ્તાફ મહમદ એ પંચ ભબી ભ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છેકે, મોહમદ ઝાહીદ મોહમદ નજીર શેખ, ઉ.વ.ર૭,  રે.ચંગા પાટીયા, કિરીટસિંહ રાઠોડની હોટલ પાસે, મોટરસાયકલ લઈ ચંગા પાટીયા તરફ પાછો આવતો હોય તે દરમ્યાન કોઈપણ કારણોસર મોટરસાયકલ સ્લીપ થતા રોડની સાઈડમાં આવેલ પોલ સાથે અથડાઈ જતા માથામાં ગંભીર ઈજા થતા સ્થળ પર મૃત્યુ પામેલ છે.

વર્લીમટકાના આંકડા લખતો શખ્સ ઝડપાયો

અહીં બેડી મરીન પોલીસ સ્ટેશનમાં કોન્સ. રાજેશભાઈ જેશાભાઈ આડેદરા એ ફરીયાદ નોંધાવી છે કે, બેડી રામ મંદિર ચોકની સામે, શાહ અલમદાર ચોકમાં રોડ ઉપર ગની અયુબ માણેક વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી કુલ રૂ.૯પ૦ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

મોટા થાવરીયા ગામે જુગાર

પંચ-એ પોલીસ સ્ટેશનમાં કોન્સ. કિશોરભાઈ ભુટ્ટાભાઈ ગાગીયા એ ફરીયાદ નોંધાવી છે કે, મોટા થાવરીયા ગામે રોઝી, માતાજીના મંદિર પાછળ રમેશભાઈ ચનાભાઈ મકવાણા, છગનભાઈ અમરાભાઈ મકવાણા, ખીમજીભાઈ ગોવિંદભાઈ ખીમસુર્યા, રમેશભાઈ પુનાભાઈ મકવાણા, કલ્પેશભાઈ દેવજીભાઈ મકવાણા, રે. જામનગરવાળા જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧૦,૦૪૦ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

હાપા ગામે જુગાર

પંચ-એ પોલીસ  સ્ટેશનમાં કોન્સ. રવિરાજસિંહ દાજીભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, હાપા ખારી વિસ્તાર, દશામાના મંદિર પાછળ, કારીબેન હરજીભાઈ નરશીભાઈ સાલાણી, કંચનબેન મુકેશભાઈ નરશીભાઈ સાલાણી, બેબીબેન બાબુભાઈ નારશીભાઈ સરવૈયા, મંજુબેન વાલાભાઈ જાદવભાઈ બેરડીયા, શાંતાબેન મોહનભાઈ ચાવડા,  રે. જામનગરવાળા જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૬૯૩૦ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

જૂની અદાવતનો ખાર રાખી મારમાર્યાની રાવ

સીટી એ-ડિવીઝન પોલીસ  સ્ટેશનમાં ચેતનભાઈ વિનોદભાઈ જોઈશરે ફરીયાદ નોંધાવી છે કે, આજથી એક મહિના પહેલા ફરીયાદી ચેતનભાઈ ને આરોપી ભરતભાઈ નંદા સાથે બોલાચાલી થયેલ હતી તે વાતનો ખાર રાખી ફરીયાદી ચેતનભાઈ ખંભાળીયા ગેઈટ પાસે, કિશોર પાને ઉભા હતા તે દરમ્યાન આરોપી ભરત નંદા એ ફરીયાદી ચેતનભાઈ પાસે આવેલ અને તુ કેમ વચ્ચે ને વચ્ચે બોલે છે તેમ કહી ગાળો આપી ઉશ્કેરાઈ જઈ કિશોર પાનની બાજુમાં પડેલ દુધ ભરવાનું ખાલી પ્લાસ્ટીકનું કેન ફરીયાદ ચેતનભાઈના પાછળના ભાગમાં એક ઘા મારી ઈજા કરી અને જાનથી પતાવી દેવાની ધમકી આપી ગુનો કરેલ છે.

કેશીયા ગામે જુગાર

જોડીયા પોલીસ સ્ટેશનમાં કોન્સ. જીતેશ કરશનભાઈ મકવાણા એ ફરીયાદ નોંધાવી છે કે કેશીયાગામ, વિસ્તારમાં મહેશભાઈ રાયધનભાઈ અધારીયા, અનીલભાઈ કરમશીભાઈ અધારીયા, રમેશભાઈ નાથાભાઈ ચીરોલીયા, રાજેશભાઈ બ્રિજલભાઈ ચીરોળીયા,જુગાર રમી રમાડી કુલ રોકડ રૂ.પર૬૦ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

સોનવાડીની સીમમાં જુગાર

શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં કોન્સ. નવલભાઈ નારણભાઈ આશાણી એ ફરીયાદ નોંધાવી છે કે, સોનવાડીના સીમમાં આવેલ કિરણસિંહ અનુભા જાડેજાની વાડીની બાજુમાં આવેલ વડલા નીચે કિરણસિંહ અનુભા જાડેજા, મહેન્દ્ર ઉર્ફે જીકો વીઠ્ઠલભાઈ વરાણીયા, પ્રકાશસિંહ કિશોરસિંહ વાળા, અનુરિૃઘ્ધસિંહ ભીખુભા વાળા, લલીતકુમાર અરજીભાઈ માકડીયા, ફુલચંદ મોહનલાલ વાછાણી, હિતેશ ઉર્ફે હકો કન્દોઈ હરીભાઈ મેદપરા, મગનભાઈ પોપટભાઈ દવે, એ તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી  રોકડ રૂ.૧૭૭૦૦ તથા ત્રણ મોબાઈલ ફોન જેની કિંમત રૂ.૧પ૦૦ મળી કુલ મુદામાલ રૂ.૧૯ર૦૦ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આ કામના અન્ય આરોપી જસુભા નાથુભા વાળા ફરાર થઈ ગયેલ છે.

જામજોધપુરમાં જુગાર

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. રાકેશભાઈ ભનાભાઈ ચૌહાણ એ ફરીયાદ નોંધાવી છે કે, નારણ કેશુભાઈ હરીયાણીના ઘરની પાસેના જાહેર રોડ પર સ્ટ્રીટ લાઈટના અજવાળા નીચે વરજાંગભાઈ કેશુભાઈ હરીયાણી, સુરેશભાઈ જગાભાઈ ડાંગર, રાજેશભાઈ સુરેશભાઈ મોનાણી, નારણભાઈ કેશુભાઈ હરીયાણી, વીરમભાઈ રાજશીભાઈ ધનાણી, જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧૧૯૯૦ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ઈંગ્લીશ દારૂની બોટલ સાથે શખ્સ ઝડપાયો

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. ભગીરથસિંહ મયુરસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, મીની બસ સ્ટેન્ડ ચોક, જામજોધપુરમાં નરેન્દ્રભાઈ કાનજીભાઈ કારેણા, રે. જામજોધપુરવાળો દારૂની ભભ૧૦૦ભભ ડયુલેક્ષ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કી લખેલ કાચની બોટલ છે રૂ.પ૦૦ સાથે ઝડપાઈ ગયેલ છે.

કાલાવડ તાલુકાના વોડીસાંગ ગામે જુગાર

કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં કોન્સ. સંજયભાઈ ભુપતભાઈ બાલીયા એ ફરીયાદ નોંધાવી છે કે, વોડીસાંગ(રણુજા) ગામની સીમમાં લાલજીભાઈ કલાભાઈ કમાણી, વિનોદભાઈ ભીખુભાઈ ગઢીયા, હરસુખભાઈ જમનભાઈ વસોયા, પંકજભાઈ ઉર્ફે મનુભાઈ જીવાભાઈ સખીયા, પંકજભાઈ વલ્લભભાઈ ભંડેરી, રે. વોડીસાંગ(રણુજા) ગામવાળા જાહેરમાં તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી રોકડા રૂ.૧૪૭પ૦ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

વિશાલ હોટલ પાસે જુગાર

સીટી-સી પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. અશોકભાઈ દાનાભાઈ સોલંકી એ ફરીયાદ નોંધાવી છે કે, વિશાલ હોટલ પાસે, ગણેશ એપાર્ટમેન્ટ, જામનગરમાં કમલેશ મણીલાલ જોગીયા, મયુર નારણભાઈ મારૂ, મોસીન અબ્દુલ અખાણી, દક્ષાબેન ત્રિભોવનભાઈ અઘેરા, શીલ્પાબેન કમલેશભાઈ જોગીયા, અરૂણાબેન કાનાભાઈ કોડીયાતર, ભાવનાબેન પરબતભાઈ ગોજીયા, રૂ.પ૬,પ૦૦  તથા એક ફોર વ્હીલ કાર કિંમત રૂ.૪,૦૦,૦૦૦ તથા એક મોટરસાયકલ કિંમત રૂ.૧પ,૦૦૦ મળી કુલ રૂ.૪,૭૧,પ૦૦ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(1:08 pm IST)