Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

શ્રીરામકથા સ્વયં સમર્થ છેઃ પૂ.મોરારીબાપુ

તલગાજરડાના શ્રી પીઠોરિયા હનુમાનજી મંદિરે આયોજીત ઓનલાઇન 'માનસ સમરથ' શ્રીરામકથાનો ચોથો દિવસ

રાજકોટ,તા.૨૮:શ્રીરામ ચરિત માનસ-શ્રીરામકથા સ્વયં સમર્થ છે. શ્રી રામકથાના મધ્યમથી સમસ્યા સર્જાય ત્યારે જ તેનુ સમાધાન કરી લેવું જોઇએ. તે શીખવે છે તેમ પૂ. મોરારીપબાપુએ તલગાજરડાનાં શ્રી પીઠોરિયા હનુમાનજી મંદિરે ઓનલાઇન 'માનસ સમરથ' શ્રી રામકથાના ચોથા દિવસે કહ્યું હતું.

પૂ.મોરારીબાપુએ શ્રી રામકથામાં વધુમાં  કહ્યું કે, નીતિ બદલી શકાય પણ નિયતી ન બદલી શકાય. અન્ય અર્થ જોઇએ તો જીવનનો રથ જેનો સમ હોય એ સમરથ.

અહીં કેન્દ્રરૂપે લીધેલી પંકિતમાં રામ સમર્થ છે. રામનામ સમર્થ છે. રામભકત સમર્થ છે. અને હનુમાન સમર્થ છે.

ભગવાનને સમર્થ કહ્યા છે કારણ કે ભગાવનમાં છ વસ્તુ હોય એથી એ ભગવાન છેઃ ઐશ્વર્ય, વીર્ય, કીર્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને યશ. હનુમાનજીમાં આ છ એ વસ્તુ છે. સમગ્ર ઐશ્વર્ય છે. એનો જે આશ્રય કરે એને અષ્ટસિદ્ધિ નવનિધિ અને રામરસાયણ મળે છે. સમગ્ર વીર્ય એટલે વિક્રમ જેની પાસે છે. કિર્તી બધા જ યુગમાં છે. જ્ઞાનિનામ   અગ્રગણ્યમ અને જ્ઞાનગુનસાગર છે. વૈરાગ્યનું ધનીભૂત સ્વરૂપ છે. તથા સમગ્ર યશ છે.

આપણામાં રામ ન હોય, રામનામ ન હોય, હનુમાનજીમાં પ્રીતિ ન હોય કે રામભગત ન હોઇએ તો પણ જિંદગીમાં કોઇની ઇર્ષા ન કરીએ એ ઐશ્વર્ય છે. કોઇની નિંદા ન કરીએ પણ નિદાન-પરિણામ બતાવીએ અને ચિંતામાં દ્વેષ નહિ પણ ગુરૂનો દેશ હોય તો આપણામાં થોડી માત્રામાં સમર્થતા છે. તેમ પૂ.મોરારીબાપુએ શ્રીરામકથામાં ગઇ કાલે કહ્યું હતું.

પૂ.મોરારીબાપુએ શ્રી હનુમાનજીએ ભગવાનશ્રી રામ અને લક્ષ્મણને ખભ્ભે બેસાડયા તે પ્રસંગ રજુ કરતા જણાવ્યું કે, હનુમાનજી ધર્મસ્થરૂપી  સેવામાં લાગી ગયા હતા.

(2:58 pm IST)