Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

કચ્છમાં વધુ ૧૦ કેસ સાથે કોરોનાનો વ્યાપ વધ્યો- કુલ 485 કેસ

આજે ૮ તાલુકામાં હાજરી સાથે શહેરથી માંડી ગામડા સુધી કોરોનાનો વ્યાપ

 

ગ્રેટ----

ફોટો કોરોના

ભુજ :  સતત પોઝિટિવ દર્દીઓ સાથે કચ્છમાં કોરોનાના કેસ હવે પાંચસોના આંક તરફ આગળ વધી રહ્યા છે. આજે ૮ તાલુકામાં મળીને ૧૦ કેસ નોંધાયા છે. હવે કચ્છમાં શહેરોથી માંડીને ગામડાઓ સુધી કોરોનાના દર્દીઓનું પ્રમાણ વધી રહ્યું છે. કચ્છ જિલ્લાના અત્યાર સુધીના કુલ આંકડા, એક્ટિવ કેસ-૧૭૨ છે. સાજા થયેલા દર્દીઓ વધીને ૨૮૯ થયા છે. મૃત્યુ પામનાર દર્દીઓની સંખ્યા ૨૪ છે.  કોરોનાના કુલ દર્દીઓ ૪૮૫ નોંધાઇ ચુક્યા છે.

(9:24 pm IST)