Gujarati News

Gujarati News

News of Friday, 28th October 2022

ભાવનગરમાં ઘરના કંકાસના લીધે પતિએ જ પોતાની પત્નીને મોતને ઘાટ ઉતારી

-- ભાવનગરના રૂપાણી પાસે દિવડી ચોક પાસે હત્યાનો બનાવ

ભાવનગરમાં ઘરના કંકાસના લીધે પતિએ જ પોતાની પત્નીની હત્યા કરી નાંખતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઇ ગઇ છે. પોલીસ સૂત્રો મુજબ  ભાવનગરના રૂપાણી પાસે દિવડી ચોક પાસે આ હત્યાનો બનાવ બન્યો હતો. પતિએ જ પોતાની પત્નીની કરપીણ હત્યા કરી નાંખતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો  છે, આ ઘટનાની જાણ પોલીસને થતા  ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. આ મૃતકનું નામ થાયાબેન રાઠોડ છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે હાલ પોલીસ આ હત્યા મામલે પતિની સઘન પુછપરછ કરી રહી છે, . આ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(10:33 pm IST)