Gujarati News

Gujarati News

News of Friday, 28th October 2022

મોરબીની ટંકારા પડધરી બેઠક માટે 20 મૂરતિયા મેદાને ઉતર્યા

---અચાનક દરેક દાવેદારે એકીસૂરે સાંસદ મોહન કુંડારિયાને ટિકિટ આપવા નિરીક્ષકોને રજૂઆત કરી અને જીતાડવાની ખાતરી આપી

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે  ભાજપની સેન્સ પ્રક્રિયા દરમિયાન ટિકિટને લઈને ખેંચતાણ જોવા મળી રહી છે.મોરબીની ટંકારા-પડધરી બેઠક માટે અનેક દાવેદારોએ રજૂઆત કરી છે. મોરબી જિલ્લાની ટંકારા બેઠક માટે રાજકોટના સાંસદ મોહન કુંડારિયાને ટિકિટ આપવા સંખ્યાબંધ આગેવાનોએ એકસૂરે માગ ઉઠાવી છે.

 ટંકારા-પડધરી બેઠક પર ભાજપના 20 જેટલા દાવેદારોએ મોહન કુંડારિયાને ચૂંટણી મેદાનમાં ઉતારવા જોઈએ તેવી ઈચ્છા વ્યક્ત કરી છે. જો મોહન કુંડારિયાને ટિકિટ મળે તો સ્થાનિક તમામ આગેવાનોએ એકસંપ થઈને જીતાડવાની ખાતરી આપી છે. મોહન કુંડારિયા ટંકારા-પડધરી બેઠક પરથી અગાઉ પાંચ વખત ધારાસભ્ય રહી ચુક્યા છે.

દાવેદારોએ જણાવ્યુ હતુ કે જો મોહન કુંડારિયાને ટંકારા-પડધરી બેઠક પરથી ટિકિટ ફાળવવામાં આવે તો તમામ 20 ઉમેદવારો એમને ખભે બેસાડી અને ટંકારા પડધરી બેઠક પર જંગી લીડથી જીત અપાવશે. તેવી તમામ સંગઠનના હોદ્દેદારોએ ખાતરી આપી હતી

(11:06 pm IST)