Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

ભાવનગરમાં આજે પણ કોરોનાનો કેસ નોંધાયો :શહેરમાં બે દર્દી અને ગ્રામ્યમાં એક દર્દીને ડિસ્ચાર્જ કરાયા

( વિપુલ હિરાણી દ્વારા )  ભાવનગર: શહેરમાં આજે સોમવારે પણ કોરોનાનો એક પોઝીટિવ કેસ  કેસ નોંધાયો છે. ભાવનગરશહેરમાં આજે એક પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને હોસ્પિટલ ખસેડાયેલ છે. આજે ભાવનગર શહેરમાં બે દર્દીઓ કોરોના મુક્ત થતાં તેને ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે જ્યારે ભાવનગર ગ્રામ્યમાં એક દર્દી કોરોનામુક્ત થતાં તેને ડિસ્ચાર્જ કરવામાં આવે છે .આમ આજે એક કેસ નોંધાયો છે અને ત્રણ ડિસ્ચાર્જ થયા છે .આ સાથે ભાવનગરમાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા  6  થઈ છે.

(9:10 pm IST)