Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

ગાઢ ધુમ્મસની લપેટમાં આવી જતુ સૌરાષ્ટ્ર-કચ્છ

લઘુતમ તાપમાનનો પારો ઉંંચે ચડી જતા ઠંડકમાં રાહત યથાવતઃ ગિરનાર ૯.૬ ડિગ્રી, નલીયા ૧૫.૯ રાજકોટ ૧૮ ડિગ્રી

ગાઢ ધુમ્મસની લપેટમાં આવી જતુ સૌરાષ્ટ્ર-કચ્છઃ સૌરાષ્ટ્રમાં આજે ઠેર-ઠેર ઝાકળ અને ધુમ્મસનું સામ્રાજ્ય સવારના પ્હોરમાં જામ્યું હતું. ગોંડલમાં પણ વહેલી સવારથી ધુમ્મસને કારણે વાહનચાલકોને હેડ લાઇટ ચાલુ રાખવી પડી હતી. (તસ્વીર-ભાવેશ ભોજાણી, ગોંડલ, હિતેશ રાચ્છ- (વાંકાનેર), કરશન બામટ (આટકોટ)
રાજકોટ તા. ર૭ઃ.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સતત પાંચમા દિવસે જોરદાર ઝાકળવર્ષા થઇ છે. જો કે ઠંડીમાં રાહતનો અનુભવ થયો છે.
આજે ગીરનાર ઉંપર ૯.૬ ડીગ્રી, નલીયા ૧પ.૯, રાજકોટમાં ૧૮ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ આજે પણ જુનાગઢ સહિત સોરઠમાં જોરદાર ઝાકળવર્ષાની થવાની સાથે ગાઢ ધુમ્મસ પણ છવાય જતા મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.
ગત સાહથી શરૂ થયેલ ઝાકળવર્ષા આજે પણ યથાવત રહી હતી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૯ ટકા રહેતા જુનાગઢ સહિતના વિસ્તારોમાં ભારે ઝાકળવર્ષા થઇ હતી. જેનાં કારણે માર્ગો ભીના થઇ ગયા હતાં.
તેમજ વાહનો ઉંપરાંત એલીવેશન કાચ પર ઝાકળનાં બિંદુ થઇ ગયા હતાં ઝાકળની સાથે વાતાવરણમાં ધુમ્મસનું પણ આક્રમણ થતાં માર્ગો પર વાહન વ્યવહારને અસર થઇ હતી.
દરમ્યાન આજે સવારે જૂનાગઢનું લઘુતમ તાપમાન ૧૪.૬ ડીગ્રી રહયુ હતું. જયારે ગીરનાર ખાતે ૯.૬ ડીગ્રી ગુલાબી ઠંડી રહી હતી.
સવારના પવનની પ્રતિ કલાકની ઝડપ ૪ કિ. મી. ની રહી હતી.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ.. આજનું હવામાન ર૭.૯ મહત્તમ ૧૭ લઘુતમ  ૮૯ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૩.પ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

 

(11:17 am IST)