Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

કેશોદના કોયલાણા ગામનો ખેડુત પુત્ર ઈન્ડીયન નેવીમાં સિલેકટ

(સંજય દેવાણી, કમલેશ જોશી દ્વારા) કેશોદ, તા.૨૮: કેશોદ તાલુકાના કોયલાણા ગામે રહેતા ખેડુત નરેન્દ્રસિંહ રાયજાદાને માત્ર પાંચ વિઘા જમીન છે. પોતાની પાંચ વિઘા જમીન અને અન્ય ખેડુતોના ખેતરમાં ભાગ્યુ રાખી ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવેછે. નરેન્દ્રભાઈના પરિવારમાં માતા પિતા પોતે પતી પત્ની તથા દિકરો દિકરી એમ પરિવારના છ સભ્યોનું ખેતી કરી ગુજરાન ચલાવે છે.

નરેન્દ્રસિંહ રાયજાદાનો પુત્ર વિશ્વજીતસિંહ નાનપણથી અભ્યાસમાં હોંશીયાર હોવાથી ધોરણ દશમાં ૯૮.૧૨ અને ધોરણ બારમાં ૯૨.૭૩ માર્કસ મેળવતા ખાનગી શાળાઅોમાં પણ ફિ માફી સાથે બાર સાયન્સમા ઍપ્લસ અભ્યાસ કરી ઈન્ડીયન નેવીમાં જામનગર ખાતે પરીક્ષા આપેલ જેમાં મેરીટ લીસ્ટમાં પાસ થતાં પરિવારમાં ખુશીની લાગણી જાવા મળી રહીછે ટુક સમયમાં અોરીસ્સા ઈન્ડીયન નેવીની ટ્રેનીંગ માટે જશે વિશ્વજીતસિંહ રાયજાદા નાનપણથી અભ્યાસમાં હોંશીયાર હોવાથી અનેક ­માણપત્ર શિલ્ડ ­ા કરવા સાથે ઈન્ડીયન નેવીની પરીક્ષામાં ભારતભરના ૨૫૦૦ વિદ્યાર્થીઅોમાંથી કેશોદ તાલુકામાં ઍકમાત્ર વિશ્વજીતસિંહ રાયજાદા ઈન્ડીયન નેવીમાં સિલેકટ થતાં રાયજાદા પરિવાર કોયલાણા ગામ સહીત તાલુકા જીલ્લાનું નામ રોશન કરતા વિશ્વજીતસિંહને શુભ કામનાઅો પાઠવવામાં આવી રહી છે.

(10:26 am IST)