Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

ભુજના મિસરિયાડો ગામે કબરમાંથી પરિણીત મહિલાની લાશ બહાર કાઢી પીએમ માટે જામનગર મોકલાઇ : આત્મહત્યા કે હત્યા ?

ભેદી રીતે મોત થયા પૂર્વે પ્રેમી સાથે યુવતીને પતિએ જોઇ લીધી હતી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૮ : ભુજના મિસરિયાડો ગામે પાંચ મહિના પહેલાં મૃત્યુ પામેલ મહિલાની લાશ અંગે પોલીસને મળેલ અરજી અનુસંધાને તપાસ હાથ ધરાઇ છે. યુવાન પરિણીતાનું ભેદી સંજોગોમાં મોત નીપજયા બાદ પરિવારે પોલીસને જાણ કર્યા વિના જ લાશને દફનાવી દીધી હતી.

પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર આજથી ચાર-પાંચ માસ પૂર્વે આ ઘટના ઘટી હતી. મૃતક ૨૪ વર્ષિય યુવતીના ગામમાં જ રહેતાં યુવક સાથે લગ્ન થયાં હતા. પરંતુ, પતિ સાથે મનમેળ ના હોઈ તે આઠ માસથી માવતરે રહેતી હતી. બનાવના આગલી રાત્રે યુવતી તેના પ્રેમીને મળવા ગઈ હતી. બંનેને યુવતીનો પતિ જોઈ જતાં બંને ત્યાંથી પલાયન થઈ ગયાં હતા. ત્યારબાદ બીજા દિવસે યુવતીએ કથિતપણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પરિવારજનોએ બનાવ અંગે પોલીસને જાણ કર્યા વગર બારોબાર તેની અંતિમવિધિ કરી નાખી હતી.

આ અîગે અરજી મળ્યા બાદ પશિ્્યમ કચ્છ ઍલસીબીઍ લાશને કબર માîથી બહાર કાઢી ફોરેન્સિક તપાસ અર્થે પીઍમ કરવા જામનગર મોકલાવી છે. ખાવડા પીઍસઆઈ જે.પી. સોઢા, ઍલસીબી ઇન્ચાર્જ પીઆઈ ઍચ.ઍસ. ગોહિલ, ખાવડા સરકારી તબીબ અને તîત્રના અધિકારીઅોની હાજરીમાî મૃતદેહ બહાર કાઢી તપાસ અર્થે મોકલવાની કામગીરી કરાઈ હતી.

(11:06 am IST)