Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

શિયાળા વચ્ચે કચ્છમાં ચોમાસાનો માહોલ

મુન્દ્રામાં ધમાકેદાર વરસાદ સાથે સમગ્ર જિલ્લામાં ઠંડા પવન સાથે કમોસમી માવઠું- ક્યાંક ક્યાંક કરા

(ભુજ) હવામાન વિભાગની કમોસમી વરસાદ અને ભારે પવનની આગાહી વચ્ચે કચ્છમાં ભર શિયાળે ચોમાસું માહોલ જામ્યો છે. આજે સવારથી જ ધાબડિયા વાતાવરણ વચ્ચે મોડી સાંજથી માહોલ બદલાયો હતો. મુન્દ્રા શહેર અને તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં રસ્તા ઉંપર પાણી વહી નીકળ્યાં હતાં. તો, માંડવી, ઉંપરાંત ભુજ, ભચાઉં સહિત અન્ય તાલુકાઓમાં પણ માવઠા વચ્ચે ભર શિયાળે ચોમાસું માહોલ જામ્યો છે. તો, ક્યાંક ક્યાંક કરા પણ પડયા હોવાના સમાચાર મળી રહ્યા છે. સાથે ઠંડો પવન પણ ફૂંકાઈ રહ્યો છે.

 

(11:10 am IST)