Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

કોટડાસાંગાણી તાલુકાની ગ્રામ પંચાયતોના વિજેતા સરપંચોને શુભેચ્છા પાઠવતા પદાધિકારીઓ

રાજકોટ તા. રપઃ કોટડાસાંગાણી તાલુકાની ગ્રામ પંચાયત સામાન્ય ચુંટણીમાં ૪૦ માંથી ર૬ ગ્રામ પંચાયતમાં કેસરીયો લહેરાયો કોટડાસાંગાણી તાલુકાની ગ્રામ પંચાયતની કુલ ૪ર ગ્રામ પંચાયતમાંથી ૪૦ ગ્રામ પંચાયતની ચુંટણીઓ યોજાયેલ જેમાં ૧ર ગ્રામ પંચાયત બીનહરીફ થયેલ ને ર૮ ગ્રામ પંચાયતોની ચુંટણી થયેલ જેમાં ૪૦ ગ્રામ પંચાયતમાંથી ર૬ ગ્રામ પંચાયતમાં ભારતીય જનતા પાર્ટી સમર્પીત અને વિચાર ધારાવાળા તેમજ કાર્યકર્તાઓ હોદેદારો ગ્રામ પંચાયત સરપંચની ચુંટણીમાં ઉમેદવારી કરી જંગી લીડથી સરપંચો તેમજ સભ્યો ચુંટાઇ આવેલ છે. હજી ઘણી ગ્રામ પંચાયત સરપંચશ્રીઓ ભાજપમાં જોડવા માટે તાલુકા પંચાયત પ્રમુખ અરવિંદભાઇ સિંધવ મહેનત કરી હજી ઘણી ગ્રામ પંચાયત ભાજપમાં જોડવામાં આવી છે. જેને ધાસરાભ્ય લાખાભાઇ સાગઠીયા, જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા, મહામંત્રીઓ નાગદાનભાઇ ચાવડા, મનસુખભાઇ રામાણી, મનીષભાઇ ચાંગેલા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી અરવિંદભાઇ સિંધવ તાલુકા ભાજપ પ્રમુખ જસમતભાઇ સાંગાણી તેમજ ટીમ તાલુકા ભાજપ દ્વારા ચુંટાયેલ સરપંચો તેમજ સભ્યોને શુભકામનાઓ પાઠવાઇ છે.

(11:44 am IST)