Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

અગરિયાઓ માટેની યોજનામાં લેભાગુ તત્વો લાભ લઇ જતા હોવાની રાવ

મોરબીમાં અગરિયા હિત રક્ષક સંઘે આવેદન પાઠવ્યું

મોરબી તા ૨૮: ગુજરાત સરકારની અગરિયા માટેની લાભદાયક યોજનાઓમાં લેભાગુ તત્વો લાભ લેતા હોવાની ફરિયાદ સાથે અગરિયા હિત રક્ષક સંઘ દ્વારા જીલ્લા કલેકટરને લેખિત આવેદન પાઠવવામાં આવ્યું છે

જે આવેદનપત્રમાં જણાવ્યું છે કે હળવદના રણ વિસ્તારમાં પરંપરાગત રીતે મીઠું ઉત્પાદન કરતા અગરિયાઓ વર્ષોથી ડીઝલ એન્જીનથી પાણી ખેંચતા હતા જે ખુબ મોંઘુ પડતું હોય જેથી વર્ષ ૨૦૧૭ માં ગુજરાત સરકારે અગરિયાઓના ઉત્થાન માટે સોલાર પંપ સહાય યોજના અમલમાં મૂકી છે જે યોજનામાં સરકાર દ્વારા કોઈપણ સોલાર વિક્રેતાના નામ ફિકસ કરેલ નથી જેથી અગરિયાઓ સારી સીસ્ટમ અને સર્વિસ હોય તે સોલાર વિક્રેતા પાસેથી ખરીદી કરે છે હાલમાં છેલ્લા સમયથી સમસ્ત અગરિયા સમુદાયના ઓઠા હેઠળ ધ્રાંગધ્રાનો જીતેન્દ્ર રાઠોડ ઉર્ફે ભારત રાઠોડ પોતાના અંગત સ્વાર્થ ખાતર અને રાજકીય રોટલા શેકવા અગરિયા માટે સરકારે અમલમાં મુકેલ સોલાર પંપ યોજનામાં ભ્રષ્ટાચાર અને ગેરરીતીની પાયાવિહોણી રજૂઆત કરે છે જેના અનુસંધાને આજે અગરિયા હિત રક્ષક સંઘે આ રજૂઆત કરવી પડી છે જે રજુઆતમાં સ્પષ્ટ કર્યું છે કે જીતેન્દ્ર ઉર્ફે ભરત રાઠોડ અગરિયા સમુદાય સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલ નથી જેથી અગરીયાઓએ સરકારને વિનંતી કરી છે કે સમસ્ત અગરિયા સમુદાયના બની બેઠેલા આવા ખોટા વ્યકિતની કોઈપણ રજૂઆત ધ્યાનેના લેવા અને અગરિયા માટે પારસમણી સમાન સોલાર પંપ સહાય યોજનાનો વધુમાં વધુ અગરિયાઓ ફાયદો લે તે માટે આયોજન કરવા માંગ કરી છે.

(12:42 pm IST)