Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

બાબરાના જામબરવાળા ગામે અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટકયાઃ બેંકના લોકર તોડવાનો પ્રયાસ

(દિપક કનૈયા દ્વારા) બાબરા તા. ૨૮ : બાબરા તાલુકાના જામબરવાળા ગામે આવેલ અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં ગત મોડી રાત્રીના એક વાગ્યા ના સમય દરમિયાન તસ્કરો ત્રાટકયા હતા. બેંકના લોકર તોડવાનો પ્રયાસ કર્યો હતો પણ લોકરના દરવાજો ખુલ્યો ન હતો. ચોર ફુલ નહિ પણ ફુલની પાંખડી રૂપે કોમ્પ્યુટરની હાર્ડડીસ ચાર કાઢી ગયા હતા.

આ બનાવની ફરીયાદ બેંકના મેનેજર નિલેશભાઈ સીયાણીએ બાબરા પોલીસ સ્ટેશન નોંધાવી છે.

ઉલ્લેખનીય છેકે બાબરા પોલીસની નિષ્ક્રીયતાના કારણે શહેરમાં અને તાલુકામાં વારંવાર ચોરીના બનાવો બને છે. બાબરાની અનેક સોસાયટીઓમાં ચોરીના બનાવો બન્યા છે છતાં અપુરતા પોલીસ પેટ્રોલીંગના કારણે ચોરીના બનાવો બની રહ્યા છે હાલ કોરોના મહામારીના કારણે ધંધા રોજગાર બંધ પડયા છે અને મંદીએ અજગર ભરડો લીધો છે ત્યારેઙ્ગ આવા સમયે તસ્કરોને મોકળાશ મળી છે. લોકોની સલામતી માટેઙ્ગપોલીસ જાગૃત બને એવી માંગ ઉઠવા પામી છે.

(12:45 pm IST)