Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

પુત્રવધૂના કારમાનાથી વંડામાં સસરાએ ગળાફાંસો ખાઇ લીધો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ર૮ :.. સાવરકુંડલાના વંડામાં વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં કોરોનાથી મૃત્યુ પામેલા પુત્રની પત્ની બીજી પત્ની બનીને રહેતી હોય તે સરકારી સહાયના નાણા વેડફી નાખે તેવા ડર અને તેણી બીજા ત્રણ સાથે આવી મરનારના પિતાને લાફો મારતા સમાન ભરી જઇ મરવા મજબુર કરતા પુત્ર ખોનારા પિતાએ પુત્રવધુ અને અન્ય ચારના કારનામાંથી ગળાફાંસો ખાઇ લેતા પુત્રવધુ સહિત ચાર સામે પોલીસ ફરીયાદ થતા ચકચાર જાગી છે.

આ ઘટના અંગે પ્રવિણભાઇ જેઠાભાઇ બગડા ઉ.વ.૪ર ધંધો, મજૂરી રહે. વંડાએ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, તેના પીતા મરણજનાર જેઠાભાઇ ઉગાભાઇ બગડા ઉ.વ.૬૦ તા. ર૬-૧ર-ર૧ ના વહેલી સવારના અરસામાં પોતાના રહેણાંકે પોતાના માથામાં બાંધાવાના ફાળીયા વડે ગળા ફાંસો ખાઇ ગયા જેની પાછળ એવુ કારણ છે કે, જસાભાઇ મંગાભાઇ મારૂ રહે. કરેણ તા. ધારી, પારૂલબેન દિનેશભાઇ જેઠાભાઇ બગડા રહે. કરેણ, બઢડાના નિતીનભાઇ ધનજીભાઇ બગડા, વિનુભાઇ નારણભાઇ હેલૈયા રહે. બાઢડાએ તા. પ-૧ર-ર૧ ના બપોર પછીના સમયે પ્રવિણભાઇના મકાને આવી આ કામના ગળાફાંસો ખાઇ લેનાર જેઠાભાઇના દિકરા દિનેશભાઇની વિધવા પત્ની પારૂલબેન સહિત કરીયાવરનો સર-સામાન લેવા બાબતે ગાળો  બોલતા મરણજનાર જેઠાભાઇ જસા મંગા મારૂએ ધકકો મારી લાફો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તમો બધા મરી જવુ હોય તો મરી જાવ અમારે કોઇ ફેર પડતો નથી. તેમ બોલી સામાન ભરી જતા રહેલા હતા મરણજનાર જેઠાભાઇના દિકરા દિનેશભાઇની વિધવા પત્નીને પોતાના પતિનું કોરોના  વાયરસની બિમારીના કારણે સુરત શહેરમાં સરકારી નોકરી દરમ્યાન મોત થતા સરકારી સહાય મળેલ હોય તેની નીતિનભાઇ ધનજીભાઇ બગડા રહે. બાઢડાની સાથે બીજી પત્ની તરીકે રહેતી હોય અને આ નીતિનભાઇ મરજણનારના દિકરા દિનેશભાઇને મળેલ સહાયના નાણા વેડફી નાખશે અને તેના દિકરી-દિકરા માટે કાંઇ વધવા નહી દે તેવી શંકા જતા અને આ બાબતનું દુઃખ લાગી આવતા ફરીના પિતા મરણજનારે પોતાની મેળે મરી જવા મજબુર કરેલ હોય જેથી મરણ જનારે ગળા ફાંસો ખાઇ આપઘાત કરી લીધાનું ફરીયાદમાં જણાવતા પોલીસે ગુન નોંધી તપાસ હાથ ધરી છે.

રોઝડુ આડે ઉતરતા મોત

લાઠીના ટોડા રોડ ઉપર અમદાવાદના હરપાલસિંહ રણજીતસિંહ બારડ પોતાની સ્કોર્પીયો જીજે-૩૮ બી. ૭૦૮૦ પુરઝડપે એ બેફીકરારઇથી ચલાવતા રસ્તામાં રોઝ આડુ ઉતરતા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી અમરેલી તરફથી આવતા કપાસ ભરેલ ટ્રક સાથે અથડાવતા હર્ષિતાબેન, પ્રશાંતભાઇને ગંભીર ઇજા કરી સ્થળ પર મોત નિપજાવી ચાલક હરપાલસિંહ અને તેના પત્ની દિવ્યાબેન હરપાલસિંહ બારડને ઇજા કર્યાન્ી લાઠી પોલીસ મથકમાં દિવ્યાબેન હરપાલસિંહ બારડે ફરીયાદ નોંધાવી છે.

પત્નીના વિયોગમાં આપઘાત

મોણવેલ ગામે રહેતા કનુભાઇ વિનુભાઇ પરમાર ઉ.વ.૩૦ ને એઇડસની બિમારી હોય. તેના પત્ની ત્રણેક વર્ષ પહેલા મૃત્યુ. પામેલ જેથી મુંઝવણમાં ગુમસુમ રહેતો હોય જેથી જીંદગીથી કંટાળી જઇ પોતે પોતાના ઘરે ઠેલ સાથે ચૂંડદી બાંધી ગળાફાંસો ખાઇ લેતા મોત નિપજયાનું પિતા વિનુભાઇ પરમારે ધારી પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

ભાણીયાને શું કામ રાખ્યો

ખંભાળીયા ગામે રહેતા સુરેશભાઇ ડાયાભાઇ મકવાણા ઉ.વ.૪ર સાથે તેમનો ભાણીયો રહેતો હોય. જેથી અમારા દિકરાને તે શું કામ રાખેલ છે તેવું જણાવી વિપુલ દેવાભાઇ ભાસ્કર, મંજૂલાબેન અને શ્રધ્ધાબેન ગાળો બોલી લોખંડનો સળીયો તેમજ લાકડી વડે માર મારી ધમકી આપ્યાની અમરેલી રૂરલ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

શેલણામાં સગીરાને

ભગાડી જવાઇ

સાવરકુંડલા તાલુકાના શૈલણા ગામે હાલ રબારીકા રહેતા પરિવારની સગીરાને શેલણા ગામના પ્રવીણ ઉર્ફે બાલી ભગવાનભાઇ મકવાણા ભગાડી ગયાની સગીરાના માતાએ વંડા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

દારૂ પકડાયો

ધારી તાલુકાના ખીચા ગામે રહેતા ચિંતન ભનુભાઇ સોજીત્રા, ભનુદેવજીભાઇ સોજીત્રાને પો. કોન્સ. રામકુભાઇ કહોરે રપ બોટલ ઇંગ્લીશ દારૂ રૂ. ૧૬,૪૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.

તમંચો પકડાયો

બાબરા તાલુકાના કરીયાણા ગામે જાહેદશા ગુલાબશા શાહમદારને અમરેલી એસઓજી પો. કોન્સ. દિલીપભાઇ ખૂંટે દેશી તમંચો રૂ. ર૦૦૦ ની કિંમતનો મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ. આ દેશી તમંચો રાજુ લક્ષ્મણભાઇ સતાપરાએ કોઇ લાયસન્સ ન હોવા છતાં વેચાણ કરી ગુન્હો કરતા તેમને પણ ઝડપી પાડેલ.

વાળ પકડીને માર્યો

અમરેલી ફતેપુર રોડ બે માળીયા વેલનાથ સોસાયટીમાં વિજયભાઇ ધનજીભાઇ ડાભી (ઉ.વ.૩૦) ઘરે જમવા આવેલ હતો ત્યારે જુના મનદુઃખના કારણે દિનેશ બાલાભાઇ, ભારતીબેન દિનેશભાઇ રહે. ગોકુલનગર અને સંગીતાબેન અજયભાઇએ પાઇપ અને લાકડાના ધોકા વડે મારમારી ઇજા કર્યાની અમરેલી રૂરલ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. જયારે સામાપક્ષે સંગીતાબેન અજયભાઇ રાઘનપરાએ વિજય ડાભી, રેખાબેન તેમજ જીતાએ અવારનવાર ઝઘડો કરી ગાળો બોલી પાઇપ વડે મારમારી ઇજા કરી ધમકી આપી વાળ પકડી મુંઢ માર માર્યાની અમરેલી રૂરલ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ઘર પાસે ગાળો બોલી

બાબરા ધારપરામાં ઘર પાસે ગાળો બોલાવાની ના પાડતા શરીફાબેન અને તેના પતિ અલ્તાફભાઇ ગફારભાઇ ચોટલીયાને ફેઝલ સતારભાઇ અગવાને છુટા પથ્થરના ઘર મારી ઇજા કરી છકડો રીક્ષાની હેડ લાઇટ તોડી નુકશાન કરી ધમકી આપ્યાની બાબરા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

જુગાર દરોડો

અમરેલીમાં ભીડ ભંજન મહાદેવ મંદિર નજીક યુસુફ બદરૂદિન હીરાણી, મુકેશ બચુભાઇ બગથળીયા કો કાર જીજે ૧૦ બીચાર ૭૩૧પ માં જાહેરમાં જુગાર રમતા એલસીબી પો. કોન્સ. મેહુલભાઇ મકવાણાએ રોકડ રૂ. ૧૭,૧પ૦ મોબઇાલ રૂ. પપ૦૦ અને ઇકો કાર રૂ.૭૦,૦૦૦ ની મળી કુલ રૂ. ૯ર,૬પ૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. 

(12:45 pm IST)