Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

જામનગરમાં બાઇક હડફેટે રાહદારીનું મોત

જામનગર, તા.૨૮: મેઘપર પોલીસ સ્ટેશનમાં શાંતિદેવી લાલબાબુ શાહ, ઉ.વ.પ૦, રે. જોગવડ ગામ, કે.જી.એન. મેડીકલ સ્ટોર પાસે, લાલપુર વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, મેઘપર ગામના બસ સ્ટેશન પાસે, ખંભાળીયા – જામનગર હાઈવે રોડ ઉપર આરોપી મોટરસાયકલ ચાલક જેના મોટરસાયકલ નં. જી.જે.૧૦–સી.કે.–૯૯૮૭ નો ચાલક પોતાનું મોટરસાયકલ પુર ઝડપે ચલાવીને ફરીયાદી શાંતિદેવીના પતિ લાલબાબુ શીવનાથ શાહ ને પાછળથી હડફેટે લઈ મોઢાના ભાગે તથા જમણા પગે ગંભીર ઈજા પહોંચાડી મોત નિપજાવી ગુનો કરેલ છે.

કાલાવડમાં દુકાનોના તાળા ફંફોળતો શખ્સ ઝડપાયો

કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં કોન્સ. રણજીતસિંહ હેમુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, બાલભંડી નાકા જુના માર્કેટીંગ યાર્ડ બહાર બજારમાં કાલાવડમાં આરોપી સીંકદર પીરશાહ શેખ, રે. કાલાવડ વાળો રાત્રીના અંધારામાં લુપાતો છુપાતો એન બંધ દુકાનના તાળા તપાસતો મળી આવેલ છે.

દારૂ-જુગારના દરોડા

સીટી એ પોલીસ સ્ટેશનમાં કોન્સ. મેહુલભાઈ કાંતીલાલ વીસાણી એ ફરીયાદ નોધાવી છે કે, ધાર્મીકાવ્યા એપાર્ટમેન્ટના પાર્કિંગ જામનગરમાં ભરતભાઈ વિઠ્ઠલભાઈ સોજીત્રા, ભારતીબેન ભરતભાઈ કેશીરયા, ભાવનાબેન રાજેશભાઈ સવજાણી, ભારતીબેન હસમુખભાઈ કીર્તનભાઈ કાથરાણી, પ્રાગનાબેન સંજયભાઈ સુદાણી રે. જામનગરવાળા જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી ૧૬,૧૧૦/– ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. ધર્મેન્દ્રસિંહ નટુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, નવાગામ ઘેડ, ડેન્ટલ હોસ્પિટલ પાસે, ભરત ઉર્ફે ઓઘડો રવજીભાઈ પરમાર, દારૂની બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦/– સાથે નીકળતા ઝડપાઈ ગયેલ છે.

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. કેતનગીરી રતનગીરી ગોસ્વામી એ ફરીયાદ નોંધાવી છે કે, દિગ્જામ મીલની પાસે, ડીફેન્સ કોલોનીમાં કાઉન હેર સલુન પાસે, જામનગરમાં  આ કામના આરોપી કનૈયાભાઈ વિનોદભાઈ સવીતા, દારૂની બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦/– સાથે  ઝડપાઈ ગયેલ છે.

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં  કોન્સ. પ્રદિપસિંહ નિર્મળસિંહ રાણા એ ફરીયાદ નોંધાવી છે કે, શંકર ટેકરી, સિઘ્ધાર્થનગર શાળા નં.૧ર ની પાછળ ઝાલા વાળી લાઈન પાસે, રાજેશભાઈ ઉર્ફે આદી જેન્તીભાઈ ઝાલા, દારૂની શીલબંધ બોટલ નંગ–૬૦, કિંમત રૂ.૩૦,૦૦૦/ સાથે ઝડપાઈ ગયેલ છે.

જામનગરઃ કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં કોન્સ. સંજયભાઈ ભુપતભાઈ બાલીયા એ ફરીયાદ નોંધાવી છે કે, ઢોલીયા પીરની દર્ગા પાસે, પાણી ના ટાકા આગળ કાલાવડમાં રસીત હારુણભાઈ બાનાણી, રે. કાલાવડ વાળા એ જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી જુગાર રમી રમાડી રોકડા રૂ.૭૦૦/ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. હસમુખભાઈ કરશનભાઈ મકવાણા એ ફરીયાદ નોંધાવી છે કે, ગુંદા ગામે બસ સ્ટેન્ડની સામે આવેલ આરોપી વિરમદેવસિંહ ઉર્ફે પિન્ટુભા અનોપસિંહ જાડેજા, રે. ગુંદા ગામવાળાના રહેણાક મકાને આવેલ ઓરડીમાં બોટલ નંગ–૧૦પ કિંમત રૂ.પર,પ૦૦/– તથા ગ્રીન સ્ટગ પ્રીમીયમ વ્હીસ્કી બોટલ નંગ–પ, કિંમત રૂ.ર,પ૦૦/– મળી કુલ બોટલ નંગ–૧૧૦ કિંમત રૂ.પપ,૦૦૦/– નો મુદામાલ ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી વિરમદેવસિંહ ઉર્ફે પિન્ટુભા અનોપસિંહ જાડેજા ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(12:46 pm IST)