Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

મોરબીમાં જીપીએસસી પરીક્ષામાં માત્ર ૪૬ ટકા પરીક્ષાર્થીઓ હાજર રહ્યા.

મોરબી : ગુજરાત વહીવટી સેવા વર્ગ ૧, ગુજરાત મુલ્કી સેવા વર્ગ ૧/૨ અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ ૨ ની પ્રીલીમીનરી પરીક્ષા રવિવારે યોજવામાં આવી હતી જેમાં મોરબી જીલ્લામાં ૯ સેન્ટર પર પરીક્ષા યોજાઈ હતી જેમાં માત્ર ૪૬ ટકા પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા
મોરબી જીલ્લાની વિવિધ ૯ શાળાઓમાં કુલ ૮૯ બ્લોકમાં ૨૧૩૦ પરીક્ષાર્થીઓ માટે પરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં પ્રશ્નપત્ર ૧ માં ૯૯૬ પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા અને ૧૧૩૪ પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા તો બપોરના પ્રશ્નપત્ર ૨ માં ૯૭૪ હાજર અને ૧૧૫૬ ગેરહાજર રહ્યા હતા અને પરીક્ષામાં બંને સેશનમાં સરેરાશ ૪૬ ટકા પરીક્ષાર્થીઓ જ હાજર રહીને પરીક્ષા આપી હતી જયારે ૫૪ ટકા જેટલા પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા

(1:07 am IST)