Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

મોરબીમા પ્રાથમિક શિક્ષકોએ ધરણા કરી પડતર પ્રશ્નોના ઉકેલની માંગ કરી

મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલની માંગ સાથે આજે એક દિવસના ધરણા કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો
મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ આજે પ્રાથમિક શિક્ષકોએ જીલ્લા પંચાયત કચેરી ખાતે ધરણા કર્યા હતા અને વિવિધ માંગણીઓ કરવામાં આવી હતી જેમાં જૂની પેન્શન યોજના ફરીથી તાત્કાલિક લાગુ કરવી, સાતમાં પગાર પાંચના લાભો સમગ્ર દેશમાં સમાન રૂપે આપવા, જુદા જુદા નામથી રાજ્યોમાં ફરજ બજાવતા કરાર આધારિત શિક્ષકોને નિયમિત કરવાની ખાતરી અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ માં શિક્ષક વિરોધી જોગવાઈઓ દુર કરવા સહિતની માંગ કરી હતી
તે ઉપરાંત એસ.પી.એલ રજા બાબતે નિર્ણય કરવો, તા. ૨૭-૦૪-૧૧ પહેલા ભરતી થયેલ શિક્ષકોને નિવૃત્તિ સામે કાયમીના આદેશ થવા, ૧૦ વર્ષના બોન્ડમાં ભરતી થયેલા શિક્ષકોની બોન્ડ મર્યાદા ઘટાડવી, સહિતની માંગ કરવામાં આવી હતી.

(1:11 am IST)