Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

માળિયાના સરવડ ગામે નવનિયુક્ત ચૂંટાયેલા સરપંચોનો સન્માન સમારોહ યોજાયો

માળિયા તાલુકાના સરવડ ગામમાં આવેલ સતેશ્વર હનુમાન જગ્યાએ આજે માળિયા યુવા વિકાસ સમિતિના નેજા હેઠળ નવનિયુક્ત સરપંચોનો અને ગત ટર્મના સરપંચોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો

તેમજ માળિયા તાલુકા યુવા વિકાસ સમિતિની રચના કરવામાં આવી હોય જે સમિતિ દ્વારા વિવિધ સેવાકાર્યો કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે જેમાં વિદ્યાર્થીઓ અને યુવા પ્રતિભાઓ, શિક્ષણવિદોનું દર વર્ષે સન્માન કરવું, માળિયામાં હરિયાળી ક્રાંતિ લાવવા માટે જનજાગૃતિ કાર્યક્રમો, વૃક્ષારોપણ કરવું, વૃદ્ધ, નિરાધાર અને નિસંતાન તેમજ વિધવા બહેનોને સરકારની વિવિધ યોજનાનો ઘરે બેઠા લાભ અપાવવા પ્રયત્ન કરવો તેમજ રમત ગમતના કાર્યક્રમો કરવા ઉપરાંત બેસ્ટ ગ્રામ પંચાયત અને સરપંચોનું સન્માન કરવું
જે સમારોહમાં માળિયા યુવા વિકાસ સમિતિના મનવીરભાઇ ખાંડેખા, નયનભાઇ કાવર, જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કિશોરભાઇ ચીખલીયા, મુસ્તાકભાઇ ભોરણીયા, સરપંચ એસોસિયેશન પ્રમુખ કુલદીપસિંહ જાડેજા, પત્રકાર કાસમભાઈ સુમરા સહિતનાઓએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

(1:15 am IST)