Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

ભુજની હોસ્પિટલમાંથી કોરોનાનો દર્દી ભાગી જતાં દોડધામ, નવા ૧૨ કેસ સાથે કુલ કેસ 510

કચ્છમાં કોરોનાને હરાવનાર દર્દીઓની સંખ્યા વધીને ૩૧૯, રિપોર્ટ આવે તે પહેલાં જ દર્દી નાસી છૂટ્યો

ભુજ : કચ્છમાં આજે કોરોનાના ૧૨ નવા કેસ સાથે કુલ કેસનો આંકડો ૫૦૦ ને પાર થઈ ગયો છે, અત્યાર સુધીના કુલ કેસ ૫૧૦ થયા છે.
 આજે ૨૧ દર્દીઓ ડિસ્ચાર્જ થતાં કોરોનાને હરાવીને સાજા થનારાની સંખ્યા વધીને ૩૧૯ થઈ છે. નવા દર્દીઓમાં સૌથી વધુ અંજારના પાંચ, ગાંધીધામના બે, ભુજ ના બે, નખત્રાણાના બે અને ભચાઉના એક છે. દરમ્યાન ભુજની કોવિડ હોસ્પિટલ જીકે જનરલમાંથી કોરોનાનો દર્દી નાસી છૂટ્યો હોવાના સમાચાર છે, નાસી છૂટેલો દર્દી અંજારનો હોવાનું જાણવા મળે છે, જોકે, તંત્રએ આ બાબતે હજી મૌન સેવ્યું છે, પણ કોરોનાનો રિપોર્ટ આવે તે પહેલાં જ નાસી છૂટેલા દર્દીએ ફફડાટ સર્જ્યો છે. કચ્છમાં અત્યાર સુધીના આંકડાઓ એક્ટિવ કેસ ૧૬૬, સાજા થયેલા દર્દીઓ ૩૧૯, મૃત્યુ પામેલા દર્દીઓ ૨૫, કુલ કેસ ૫૧૦ થયા છે.

(9:22 pm IST)