Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

કરમાળ કોટડાનો દુર્લભજી કોળીને ગાંજાના જથ્થા સાથે રૂરલ એસઓજીએ ઝડપી લીધો

સૂકો ગાંજાનો જથ્થો અને લીલા ગાંજાના છોડ સાથે દબોચી લેવાયો : સૂકા ગાંજાની પડીકી ૧૦૦ રૂ.માં વેચતો'તો

તસ્વીરમાં પકડાયેલ શખ્સ (નીચે બેઠેલો) સાથે  રૂરલ એસ.ઓ.જી.નો સ્ટાફ નજરે પડે છે.

રાજકોટ, તા. ૩૧ : આટકોટના કરમાળકોટડા ગામની સીમમાં રૂરલ એસઓજીની ટીમે દરોડો પાડી સૂકો ગાંજો તથા લીલા ગાંજાના છોડ સાથે કોળી શખ્સને દબોચી લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ આટકોટના કરમાળકોટડા ગામે ગાંજાનું વેચાણ થતું હોવાની બાતમી રૂરલ એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. ઉપેન્દ્રસિંહ જાડેજાના મળતા રૂરલ એસ.ઓ.જી.ના પી.આઇ. એ.આર. ગોહિલ તથા પી.એસ.આઇ. એચ.ડી. હિંગરોજાની ટીમે કરમાળકોટડા ગામની સીમમાં કામનાથ મહાદેવ દુર્લભજી ઉર્ફે દુલ્લો નાનજીભાઇ બેરાણી કોળીને સૂકો ગાંજો ૬૦૦ ગ્રામ કિ.૪ર૦૦ તથા લીલા ગાંજાના છોડ ૪૪૦ ગ્રામ કિ.રર૦૦ના જથ્થા સાથે ઝડપી લઇ આટકોટ પોલીસના હવાલે કર્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલ દુર્લભજી કોળી ગાંજાની પડીકી ૧૦૦ રૂપિયામાં વેચતો હતો અને તે અગાઉ ૧પ વર્ષ પૂર્વે પણ કોટડાસાંગાણી પોલીસ મથકમાં એન.ડી.પી.એસ.ના ગુન્હામાં પકડાઇ ચૂકયો છે.

આ કાર્યવાહીમાં રૂરલ એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. ઉપેન્દ્રસિંહ જાડેજા, વિજયભાઇ ચાવડા, હેડ કો. જયવીરસિંહ રાણા, સંજયભાઇ નિરંજની, ધર્મેન્દ્રભાઇ ચાવડા, હિતેષભાઇ અગ્રાવત, પો.કો. રણજીતભાઇ ધાંધલ સહિતનો સ્ટાફ જોડાયો હતો. (૮.૭)

(11:38 am IST)