Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

ધ્રોલ સરકારી હોસ્પિટલમાં સમયસર સારવાર ન મળતા સગર્ભા મહિલાના પેટમાં જ બાળકનું મોત

મહિલાના પતિ અને પરિવારની ડોકટર સામે પોલીસ ફરિયાદ - ગુન્હો નોંધવા માંગઃ લતીપરના શ્રમિકના પત્નિને દુઃખાવો ઉપડતા રાત્રે ૩.૩૦ વાગ્યે હોસ્પિટલે ડીલેવરી માટે લઇ જવા છતાં ડોકટર સવારે ૯ કલાકે આવ્યા બાદ બાળકનું માતાના પેટમાં મૃત્યુ થયાનું જણાવેલ : સૌ પ્રથમ લતીપર આરોગ્ય કેન્દ્રમાં પણ સ્ટાફ ન હોવાથી ધ્રોલ લઇ જવાની સલાહ અપાયેલ

જામનગર : તસ્વીરમાં મૃત બાળક તથા હોસ્પિટલે રજૂઆત કરતા આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૩૧ : ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે ડોકટરની ભૂલના કારણે ગર્ભમાં જ બાળકનું મૃત્યુ થતા પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા તેમજઙ્ગ ધ્રોલ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ રાજભા જાડેજા અને સરપંચ સંગઠનના પ્રમુખ વીરેન્દ્રસિંહ જાડેજા દોડી ગયા હતા.

પ્રાપ્ત વિગત મુજબ ધ્રોલ તાલુકાના લતીપર ગામના મજૂરી કામ કરતા ભરતસિંહ હરમલસિંહના પત્ની સગર્ભા હોય અને રાતે ૩.૩૦ વાગે અચાનક પેટ માં દુખાવો ઉપાડતા તાત્કાલિક ધોરણે લતીપર ખાતે હોસ્પિટલ જતા ત્યાં કોઈ ડોકટર હાજર ના હોવાથી ૧૦૮ બોલાવી તેવો ને ધ્રોલ સરકારી હોસ્પિટલ મોકલેલ સવારે ૫ વાગ્યા આસપાસ ધ્રોલ હોસ્પિટલ પહોચેલ પરંતુ ત્યાં પણ કોઈ હાજર ના હતું થોડીવારમાં એક નર્સ આવેલ અને તેઓની એન્ટ્રી કરી બહાર બેસો ડોકટર આવે એટલે બોલાવું પરંતુ કોઈ ડોકટર આવેલ નહિ અને ફરી વાર પેટમાંઙ્ગ દુખાવો અને ઉલ્ટી થવાથી નર્સને જાણ કરતા તેમના પત્નીને રૂમમાં લઇને સુવડાવી દેવામાં આવ્યા અને તેમ છતાં કોઈ ડોકટર આવેલ નહિ સવારે ૯ વાગ્યા આસપાસ ડોકટર આવેલ અને તેમના પત્નીને ડિલિવરી માટે લઇ ગયેલ અને ડિલિવરી દરમ્યાન બાળકનું પેટમાં જ મૃત્યુ થયેલનુંઙ્ગ ડોકટરે જણાવેલ ત્યારબાદ તુરંત ધ્રોલ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ રાજભા જાડેજા આવી જતા તેઓની હાજરીમાં પોલીસને જાણ કરી બોલાવેલ અને ભરતસિંહ દ્વારા ડોકટરની ભૂલ અને ગેરહાજરીના કારણે બાળકનું મૃત્યુ થયું છે તેવું જણાવેલ અને પોલીસને ડોકટર વિરૂદ્ઘ કાયદેસરની કાર્યવાહી કરી ગુન્હો દાખલ કરવા જણાવેલ હતું.  આ બનાવ અંગે મહિલાના પતિએ ધ્રોલ પીએસઆઇને અરજી કરી ડોકટર સામે ગુન્હો નોંધવાની માંગણી કરેલ છે.

(11:31 am IST)