Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

હળવદના મિયાણી ગામે વિજળી પડતા ૧૨ ઘેટાના મોત

હળવદ તા. ૩૧ : શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પાછલા થોડા દિવસોથી વરસાદે વિરામ લીધા બાદ ગઈકાલેઙ્ગ સાંજે આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા અને જોરદાર કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો જોકે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અમુક જગ્યાએ વીજળી પડી હોવાના પણ વાવડ મળી રહ્યા છે. જેમાં હળવદ તાલુકાના મિયાણી ગામે તળાવની પાળ પાસે વીજળી પડતા ૧૨ જેટલા ઘેંટાના મોત નિપજયા છે.

હળવદ શહેર ના સાનિધ્ય બંગલો ની બાજુ માં વીજળી પડી હોવાના સમાચાર મળી રહ્યા છે સાથે જ અમુક ગ્રામ્ય વિસ્તારમાં પણ વીજળી પડી હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે.

(11:46 am IST)