Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

જશદણ પાલિકાને લાઇટ બીલ ભરવાના ફાફાઃ છતાં ધોળા દિવસે અનેક વિસ્તારમાં લાઇટો ચાલુઃ તંત્ર અંધારામાં

જસદણ તા. ૩૧ :.. જસદણ નગરપાલીકામાં ઉલ્ટી ગંગા ધોળા દિવસે ઓજસ પાથર્યા શહેરના અનેક વિસ્તારોમાં દિવસ દરમ્યાન રોશનીનો ચમકાર જોવા મળે છે. તો અમુક વિસ્તારોમાં રાત્રીના ઘનઘોર અંધારામાં અંધાર પટ જોવા મળે છે જેથી નગરજનો કહે છે કે એક બાજુ પાલીકા સ્ટ્રીટ લાઇટનું બીલ ભરી શકતી નથી ઉલ્ટા ચશ્માની માફક  દિવસે જાગરણ અને રાત્રે અંધાપો આદરે છે કેટલાક વિસ્તારોમાં રાત્રે સ્ટ્રીટ લાઇટો બંધ થઇ જાય છે તો અમુક વિસ્તારોમાં દિવસે સ્ટ્રીટ લાઇટો ચાલુ રહે છે પાલીકાની રોશની શાખાની હજુરીયા - ખજુરીયા જેવી હંબક નીતિ સામે નાગરીકોએ રોષ ઠાલવ્યો છે અને જણાવ્યું છે કે શહેરના જે ભાગોમાં રાત્રે સ્ટ્રીટ લાઇટ બંધ રહેતી હોય ત્યાં પાવર ચોરી સહિતનું ચેકીંગ કરીને પાવર ચોરોને પકડીને અંધારા ઉલેચવામાં આવે તથા પાલીકાને બીલ ભરવાના ફાફા હોય જેથી દિવસે બળતા દીવા ઓલવીને પ્રજાના પરસેવાના નાણા બચાવવામાં આવે તેવી જાગૃત નાગરીકોએ અપીલ કરી છે.

(11:49 am IST)