Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

મોરબી જીલ્લામાં ગુરૂવારે ફરી કોરોના બોમ્બ ફૂટ્યો, કોરોનાના વધુ ૪૩ કેસો નોંધાયા

વધુ ૧૧ દર્દીઓ સ્વસ્થ થયા, એક દર્દીનું મોત

મોરબી,તા.૩૧ : મોરબી જીલ્લામાં બુધવારે કોરોના બોમ્બ ફૂટ્યા બાદ સતત બીજા દિવસે ગુરૂવારે રેકર્ડબ્રેક કોરોનાના કેસો નોંધાયા છે આજે મોરબી જીલ્લાના મોરબી શહેર-તાલુકા, વાંકાનેર શહેર તેમજ ટંકારા તાલુકા અને હળવદ તાલુકામાં મળીને વધુ ૪૩ કેસ નોંધાયા છે

મોરબી જીલ્લામાં વધુ ૪૩ કેસોમાં મોરબીના એવન્યુ પાર્કના ૫૯ વર્ષની મહિલા, મોરબીના ન્યુ રીલીફનગરના ૬૫ વર્ષના પુરુષ, વાંકાનેરના જીનપરાના ૫૯ વર્ષના મહિલા, ટંકારાના નસીતપર ગામના ૫૫ વર્ષના પુરુષ, નસીતપરના ૩૭ વર્ષના પુરુષ,મોરબીના જેપુર ગામના ૬૦ વર્ષના પુરુષ, વાવડી રોડ ઓમ પાર્ક ૨૫ વર્ષ પુરૂષ, રવાપર રેસીડેન્સી ૪૧ વર્ષ પરૂષ, નરસંગ ટેકરી ૫૪ મહિલા, જેઈલ રોડ પાસે ૪૨ વર્ષ પુરૂષ, દરિયાલાલ શેરી ૫૦ પુરૂષ, લખધીરગઢ ૫૪ પુરૂષ, કંસારા શેરી ૪૬ મહિલા, વાંકાનેર પ્રતાપ રોડ ૬૦ પુરૂષ, પખાલી શેરી ૬૦ વર્ષ પુરૂષ, હળવદ ઘનશ્યામપુર ૭૦ પુરુષ, વાંકાનેર જીનપરા ૩૦ પુરૂષ, મોરબી દલવાડી સર્કલ ૫૨ મહિલા, ગ્રીન ચોક સાંકડી શેરી ૬૨ પુરુષ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, વીસીફાટક ૪૦ પરૂષ, ગાયત્રીનગર ઉમિયા ચોક ૫૮ પુરૂષ, હળવદ નવા દેવળિયા ૫૪ મહિલા, સાવસર પ્લોટ ૬૯ પુરૂષ, શુભ હાઈટ્સ રવાપર રોડ ૪૪ પુરુષ, મોરબી બોની પાર્ક ૬૦ વર્ષ પુરૂષ, સામાકાંઠે ૪૨ વર્ષ પુરુષ, ભવાની ચોક ૧૫ વર્ષ સગીરા, લખધીરવાસ ચોક ૧૪ વર્ષ સગીરા, લીલાપર રોડ કેનાલ ૭૬ વર્ષ મહિલા, વાંકાનેર ખોજાખાના શેરી ૨૫ મહિલા, મોરબી સાપર ૮૦ મહિલા, સાપર ૫૫ મહિલા, પારેખ શેરીના ચાર કેસમાં ૨૯ મહિલા, ૪૪ પુરુષ, ૬૧ મહિલા, ૫૪ વર્ષના પુરૂષ, મોચી શેરી ૬૨ વર્ષ મહિલા, લખધીરવાસ ૨૨ પરૂષ, જમાદાર શેરી ૬૫ વર્ષ મહિલા, શનાળા રોડ શકિત પ્લોટ ૨ માં ત્રણ કેસ જેમાં ૧૪ વર્ષ બાળક, ૬૦ વર્ષ મહિલા, ૪૦ વર્ષ મહિલા, હળવદ ભટ્ટફળી ૫૭ પુરુષ, સહીત કુલ ૪૩ કેસ નોંધાયા છે

 તો વધુ ૧૧ દર્દીઓ સ્વસ્થ થયા છે તો આજે વધુ એક દર્દીનું મોત થયું છે બોરીચાવાસના રહેવાસી ૭૦ વર્ષની મહિલાનું મોત થયું છે નવા ૪૩ કેસો સાથે કુલ કેસનો આંક ૩૩૭ થયો છે જેમાં એકટીવ કેસ ૧૪૮ છે જયારે ૧૬૮ દર્દીઓ સ્વસ્થ થયા છે તો કુલ ૨૧ દર્દીના મૃત્યુ થયા છે.

(11:49 am IST)