Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

ઉનાના બુટલેગર રસીક કોળીનું 'પાસા' તળે ધરપકડ : વડોદરા જેલ હવાલે

ઉના,તા.૨૧ : તાલુકાના ખાણ ગામના રહેવાસી અને દારૂના અનેક ગુન્હા જેની સામે નોંધાયેલા છે તે બુટલેગર રસીક ઝીણાભાઇ કોળીની પોલીસે 'પાસા' તળે ધરપકડ કરીને વડોદરા જેલ હવાલે મોકલી આપેલ છે.

નાયબ પોલીસ મહાનિરીક્ષક   મનીન્દરસીંગ પવાર  જુનાગઢ રેન્જ તથા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી  જી.ગીર સોમનાથ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક વેરાવળ  જી.બી. બાંભણીયા  તરફથી તાલુકામાં ગે.કા. રીતે દારૂની ગે.કા.ની પ્રવૃતી અટકાવવા તેમજ દારૂની પ્રવૃતી સાથે સંકળાયેલ ઇસમો ઉપર વોચ રાખી અસરકારક અટકાયતી પગલા લેવા આપેલ સુચના આધારે ઉના પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર વી.એમ.ચૌધરી નાઓએ ખાણ ગામનો રેહવાસી અને ગે.કા. રીતે દારૂ વેચાણ ની પ્રવૃતી માં પકડાયેલ લીસ્ટેડ બુટલેગર રસીક જીણાભાઇ બાંભણીયા કોળી ઉવ.૩૪ રહે.ખાણ તા.ઉનાની પાસા ધારા હેઠળ અટકાયત માટે દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ ગીર સોમનાથ નાઓ તરફ મોકલી આપેલ.

જે આધારે બુટલેગર રસીક જીણાભાઇ બાંભણીયાની ગુનાહિત પ્રવૃતી ઉપર અંકુશ લાવવો જરૂરી જણાતા જીલ્લા મેજીસ્ટ્રેટ સાહેબ શ્રી ગીર સોમનાથનાઓ તરફથી પાસા દરખાસ્ત મંજુર કરી બુટલેગર રસીક જીણાભાઇ બાંભણીયાની પાસા ધારા હેઠળ અટકાયત કરી સેન્ટ્રલ જેલ વડોદરા ખાતે મોકલી આપવા હુકમ કરવામાં આવતા ઉના પો.સ્ટે.ના એ.એસ.આઇ. એ.ડી.ધાંધલ તથા સર્વેલન્સ સ્ટાફ ના પો.હેડ કોન્સ. કમલેશભાઇ જગમાલભાઇ તથા નિલેશભાઇ છગનભાઇ તથા પો.કોન્સ. ભીખુશા બચુશા તથા મેહુલસિંહ પ્રતાપસિંહ નાઓએ બુટલેગર રસીક જીણાભાઇ બાંભણીયા ને ખાણ ગામેથી ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી પાસા હેઠળ અટકાયતમાં રાખવા સેન્ટ્રલ જેલ વડોદરા ખાતે મોકલી આપવામાં આવેલ છે.

(11:57 am IST)