Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

મોરબી નગરપાલિકાના ચેરમેનની ખોટી સહી કરી મીટીંગ બોલાવી હોવાના ગંભીર આક્ષેપ

ભૂગર્ભ સમિતિના ચેરમેને ચીફ ઓફિસર પાસે તપાસની માંગ કરી

મોરબી,તા.૩૧: મોરબી નગરપાલિકામાં તાજેતરમાં વોટર મેનેજમેન્ટની મીટીંગ મળી હતી જેમાં ભૂગર્ભ સમિતિ ચેરમેનની ખોટી સહી કરી મીટીંગ બોલાવી હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે જે મામલે ચેરમેને પાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી તપાસની માંગ કરી છે

 બનાવની મળતી માહિતી મુજબ મોરબી નગરપાલિકાની વોટર મેનેજમેન્ટ કમિટીની મીટીંગ તા.ઙ્ગ ૨૭ ના રોજ ચીફ ઓફિસરના અધ્યક્ષસ્થાને મળી હતી જે અંતર્ગત ભુગર્ભ સમિતીના ચેરમેન ભાવીન દ્યેલાણીને મીટીંગની નોટીસ કે એજન્ડા પણ આપવામા આવ્યો ન હતો. તો તપાસ કરતા એવું પણ જાણવા મળ્યું હતું કે નગરપાલીકાના કોઈ વ્યકિત દ્વારા ભાવીન ઘેલાણીની ખોટી સહી કરવામા આવી હતી જે બાબતથી ભાવીનભાઈ તદન અજાણ હોય જે બાબતે યોગ્ય કાર્યવાહી કરવા મોરબી નગરપાલીકાના ચેરમેને ચીફ ઓફીસરને લેખિત રજુઆત કરી છે.(

(11:58 am IST)