Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

મેંદરડાના હરિપુર ગામે જાહેરમાં જુગાર રમતા ૮ શખ્સો ઝડપાયા

રૂ.૪૦૪૩૦નો મુદામાલ જપ્ત : નવનિયુકત પીએસઆઇ કે.એચ. મોરીનો સપાટો

જુનાગઢ, તા. ૩૧ : જુનાગઢ જિલ્લાના મેંદરડાના હરિપુર ગામેથી જાહેરમાં જુગાર રમતા શખ્સોને ઝડપી રૂ.૪૦,૪૩૦નો મુદામાલ નવનિયુકત પીઅસઆઇ કે.એમ. મોરીએ જપ્ત કર્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનીરીક્ષક મનિન્દરસિંહ પવાર તથા જુનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક સૌરભસિંઘની જુનાગઢ જીલ્લામાં પ્રોહી/જુગારની પ્રવૃતિ ઉપર વોચ રાખી નેસ્ત નાબુદ કરવા સુચના કરવામાં આવેલ જેથી જુનાગઢ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક પી.જી. જાડેના માર્ગદર્શન હેઠળ તા.૩૦ના રોજ મેંદરડા પો.સ્ટે.ના પો.સબ ઇન્સ. કે.એમ. મોરી તથા પો.હેડ કોન્સ. એચ.એસ. બલદાણીયા તથા પો.કોન્સ. વિક્રમભાઇ દેવાભાઇ ડાંગરનાઓ નાઇટ કર્ફયુ કામગીરી તથા ના.ર. પેટ્રોલીંગમાં હોય દરમ્યાન અમોને બાતમી રાહે હકીકત મળેલ કે હરિપુર ગામે જીતુભાઇ કાનજીભાઇ મકવાણા રહે. હરિપુર વાળા પોતાના રહેણાંક મકાનની બહાર જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે ગંજીપતાના પાના વડે તીનપતીનો રોન પોલીસ નામનો જુગાર પૈસાની હારજીત કરી રમે છે તેવી હકીકત હોય જેથી બાતમીવાળી જગ્યાએ તુરત જ રેઇડ કરતા (૧) જીતેન્દ્ર ઉર્ફે જીતુભાઇ કાનજીભાઇ મકવાણા, જાતે પટેલ (ઉ.વ.૪૯), ધંધો ખેતી રહે. હરિપુર તા. મેંદરડા જી. જુનાગઢ નં. (ર) મનસુખભાઇ ગોવિંદભાઇ મીજરોલા, જાતે પટેલ (ઉ.વ.પ૪), ંધો ખેતી રહે. હરિપુર તા. મેંદરડા જી. જુનાગઢ નં.(૩) રાજેશભાઇ ાનાજીભાઇ મકવાણા, જાતે પટેલ (ઉ.વ.૪૦) ધંધો ખેતી રહે. હરિપુર તા. મેંદરડા જી. જુનાગઢ નં.(૪) વિપુલભાઇ રજીભાઇ મકવાણા, જાતે પટેલ (ઉ.વ.૪૦) ધંધો ખેતી રહે. હરિપુર તા. મેંદરડા જી. જુનાગઢ નં.(પ) રાજેશભાઇ ધીરૂભાઇ પરમાર જાતે કોળી (ઉ.વ.૩ર) ધંધો મજૂરી રહે. હરિપરુ તા. મેંદરડા જી. જુનાગઢ નં. (૬) મુકેશગીરી કાન્તીગીરી મેઘનાથી જાતે બાવાજી (ઉ.વ.૩પ) ધંધો વેપાર રહે. હરિપુર તા. મેંદરડા જી. જુનાગઢ નં.(૭) ખીમાભાઇ રૈયાભાઇ વાળા જાતે આહરી (ઉ.વ.૩૮)  ધંધો વેપાર રહે. હરિપુર તા. મેંદરડા જી. જુનાગઢ નં.(૮) જીતેશભાઇ પરસોતમભાઇ ભુત જાતે પટેલ (ઉ.વ.૩૭), ધંધો હીરાઘસુ રહે. ગલીયાવાડ તા.તાલાલા, જી. ગીર સોમનાથ વાળાઓ વિરૂદ્ધ મંદરડા પો.સ્ટે.માં જુ.ધા. કલમ ૧ર મુજબ ગુન્હો રજી કરેલ છે.

જુગારના રોકડા રૂ.ર૧૯૩૦ તથા મો.ફોન નંગ-પ કિ.રૂ. ૧૮પ૦૦ તથા ગંજીપતાના પાના નંગ-પર તથા પાથરણુ સાથે મળી કુલ મુદામાલ રૂ. ૪૦,૪૩૦.

આ ઉપરોકત કામગીરીમાં મેંદરડા પો.સ્ટે. પો.સબ. ઇન્સ. કે.એમ. મોરી તથા પો.હેડ કોન્સ. એચ.એસ. બલદાણીયા, તથા પો.કોન્સ. વિક્રમભાઇ દવાભાઇ ડાંગર વિગેરે સાથે મળી કરવામાં આવેલ હતી.

(11:59 am IST)