Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

મોરબીની સબ રજીસ્ટ્રાર કચેરીમાં અરજદારો માટે પુરતી સુવિધા આપવા વકિલો દ્વારા માંગણી

મોરબી,તા.૩૧: તાલુકાના વિવિધ ગામોમાંથી તથા શહેરમાંથી પ્રજ્જાનો સબ રજીસ્ટ્રાર કચેરી, મોરબીમાં દસ્તાવેજને લગતી કામગીરી માટે આવતા હોય છે. અને હાલ કોરોના મહામારીની પરિસ્થિતિમાં પણ મોટી સંખ્યામાં દસ્તાવેજો થતા હોય છે જે માટે દરરોજ અંદાજીત પાંચસો જેટલા તથા મહિને પંદર હજાર અને વર્ષે બે લાખ જેટલા અરજદારો દસ્તાવેજ ઓફિસમાં દસ્તાવેજના કામકાજ માટે આવતા હોય છે અને બહોળી કામગીરીને લીધે સરકારશ્રીને કરોડોની સ્ટેમ્પ ડ્યુટીની આવક કરી આપતી મોરબીની સબ-રજિસ્ટ્રાર કચેરી ગુજરાતભર ની જિલ્લા લેવલની કચેરીમાં પ્રથમ નંબરે આવે છે.

આમ છતાં અરજદારો માટે પુરતી સુવિધાઓ નથી. જેથી મહિલા, વૃધ્ધો અને અશકત અરજદારોને તડકામાં સેકાવુ પડે છે. અને વરસાદમાં પલળવુ પડે છે. અને ધેટા બકરાની જેમ ગરમીમાં ઊભા રહેવુ પડે છે. જેને લીધે લોકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે.

જેને લઇને તંત્ર સમક્ષ અવાર નવાર રજૂઆત કરવા છતાં યોગ્ય કાર્યવાહી ન થતા ગઈ સાલ સને ૨૦૧૯ માં વકીલો અને રેવન્યુ પ્રેકિટશનરો એ નાછુટકે હડતાલ પાડી કામથી અલિપ્ત રહેવાની ફરજ પડી હતી. હજુ પણ પુરતી સુવિધાઓ પુરી પાડવામાં આવેલ નથી. આથી મોરબીના કલેકટર, કાર્યપાલક ઇજનેર , નોંધણી નિરીક્ષક તેમજ સબ રજીસ્ટ્રારને લેખિતમાં રજૂઆત કરી અરજદારો અને વકીલો માટે બેઠક વ્યવસ્થા, સહી કરવા માટે ટેબલ, પંખાની વ્યવસ્થા, તડકાથી તથા વરસાદથી રક્ષણ માટે છાપરૂ, અને વેઈટિંગ રૂમ જેવી સુવિધાઓ આપવા માટે સત્વરે કાર્યવાહી કરવા મોરબી રેવન્યુ બાર એસોસિએશન તથા રેવન્યુ પ્રેકિટસનરોએ માંગ કરેલ છે.

આઇટીઆઇમાં વિવિધ કોર્ષમાં ૨૦ પ્રર્વેશ મેળવી શકાશે

ઙ્ગગુજરાત રાજય શ્રમ અને રોજગાર વિભાગ,ઙ્ગનિયામકશ્રી રોજગાર અને તાલીમ હેઠળની સરકારી ઔદ્યોગીક તાલીમ સંસ્થા મોરબી ખાતેઙ્ગચાલતા વિવિધ પ્રકારના કોર્ષ/વ્યવસાયો જેવા કે (૧) ડ્રાફ્ટસમેન સીવીલ (૨) ફીટર (૩) ઈન્સ્ટુમેન્ટ મિકેનિક (૪) મિકેનિક મોટર વ્હીકલ (૫) ઇલેકટ્રોનીકસ મિકેનિક (૬) ઇલેકટ્રીશ્યન(૭) કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામીંગ આસીસ્ટન્ટ (૮) વેલ્ડરમાં પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ થઇ ગયેલ છે.

જે કોર્ષ/વ્યવસાયોમાં પ્રવેશ મેળવવા માટે ઉમેદવાર પોતાનું ઓનલાઈન પ્રવેશફોર્મઙ્ગ https://itiadmission.gujarat.gov.in તથા ઙ્ગhttps://www.talimrojgar.gujarat.gov.in વેબ સાઈટ પર તા.૨૦/૦૮/૨૦૨૦ સુધી ભરી શકશે. તેમજ રજીસ્ટ્રેશનઙ્ગતા. ૨૧/૦૮/૨૦૨૦ ના સાંજના ૧૭.૦૦ કલાક સુધી નિયત કરવામાં આવેલ છે. ઓનલાઈનઙ્ગપ્રવેશફોર્મ ભર્યા બાદ તેની પ્રિંન્ટઆઉટ કાઢી તેમાં જે સંસ્થા માટે ફોર્મ ભરવાનું હોય તેની વિગતો ભરી મુજબના જરુરી લાયકાતના સ્વપ્રમાણીત પ્રમાણપત્રોની નકલો સાથે મહેંદ્રનગર ચોકડીથી હળવદ રોડ પર આવેલ સરકારીઙ્ગઆઈટીઆઈ મોરબી ખાતે રૂ ૫૦ ફોર્મ ભરી પહોંચ મેળવી લેવાની રહેશેઙ્ગ

પ્રવેશ અંગેના માર્ગદર્શન માટેઙ્ગસવારે ૧૦:૦૦ થી સાંજે ૦૫:૦૦ કલાક સુધી પ્રવેશઙ્ગમાર્ગદર્શન કાઉન્ટર કાર્યરત કરવામાં આવેલ છે.ઙ્ગઉમેદવારેઙ્ગધોરણ ૮, ૯ અને ૧૦ ની માર્કશીટ, પ્રયત્નનો દાખલોઙ્ગ(Trial Certificate), શાળા છોડ્યાનુ પ્રમાણપત્ર, જાતીનુ પ્રમાણપત્ર ઙ્ગઆધારકાર્ડ, પાસપોર્ટ સાઈઝ ફોટો, બેંક પાસબૂક (મરજીયાત), આવકનો દાખલો, જરૂરી અસલ પ્રમાણપત્રો તથા ઝેરોક્ષ નકલ સાથે લાવવાના રહેશે. તેમજ વધુ માહિતી માટે મોબાઇલ નંબર ૯૬૦૧૧ ૦૦૬૩૮,ઙ્ગ૯૮૭૯૫ ૧૩૨૭૧,ઙ્ગ૯૭૧૨૧ ૫૭૪૧૭ પર પણ માહિતી મેળવી શકાશે. તેમ આચાર્ય, ઔધોગિક તાલીમ સંસ્થા, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિની વાર્ષિક જનરલ મીટીંગ મોકૂફ

સમસ્ત મચ્છુ કાંઠા મોરબી વ્યાસ જ્ઞાતિજનોની જનરલ મીટીંગ દર વર્ષે ૫ ઓગસ્ટના રોજ યોજાતી હોય છે જોકે હાલ કોરોના મહામારીને પગલે જનરલ મીટીંગ મોકૂફ રાખેલ છે આ વર્ષે કોરોના ઙ્ગવૈશ્વિક મહામારી ચાલતી હોવાથી સરકારના આદેશ મુજબ જ્ઞાતિની જનરલ મીટીંગ રદ કરેલ છે. જેની સર્વે જ્ઞાતિજનોએ નોંધ લેવા વ્યાસ મચ્છુકાંઠા કારોબારીની યાદીમાં જણાવ્યું છે.

બ્રહ્મસમાજ સંગઠનના હોદેદારોની વરણી

સમસ્ત બ્રહ્મ સમાજ સંગઠનના નવા હોદેદારોની વરણી કરવામાં આવી હતી. સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ તરીકે પ્રશાંતભાઈ એમ.મહેતા, ઉપપ્રમુખ તરીકે દિનેશભાઇ જે.પંડ્યા ( સીટી વિઝન-મોરબી), મહેશભાઈ આર.ભટ્ટ (પિંગલ), હિતેશભાઈ મહેતા તેમજ મહામંત્રી તરીકે ડો. રજનીકાંતભાઈ ભટ્ટ, મહેશભાઈ એચ.જાની (ભુદેવ) તથા સંગઠન મંત્રી તરીકે ધર્મેન્દ્રભાઈ જોશીની રિપીટ વરણી કરવામાં આવી હતી.જે ને સૌએ ઉમળકાભેર વધાવી લીધા હતા અને નવા હોદેદારોને શુભકામનાઓ પાઠવી હતી.

(12:00 pm IST)