Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

વેરાવળમાં રસ્તા ઉપર બંધ પડેલ આઇશર ટ્રકમાંથી દોઢ લાખનો દારૂ મળી આવ્યો

વેરાવળ તા. ૩૧ : મરીન પોલીસે છાત્રોડા પુલ પાસે બંધ હાલતમાં ટ્રક પડેલ હતો. તેમાં તપાસ કરતા વિદેશીદારૂ બોટલ નંગ ર૮૮૦ મળી આવેલપોલીસે આરોપી વગર રૂ.પ,૯૪,પ૦૦નો મુદામાલ કબજે કરેલ છે.

આઈ.જી.એસ.પી એ ગીર સોમનાથમાં દારૂ જુગારના કેસો માટે કડક કામગીરી કરવાની સુચના આપેલ હતી. જેથી મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફ રાત્રીના છાત્રોડા ડારી ગામ તરફ જતા હતા ત્યારે એક ટ્રક આઈસર બંધ હાલતમાં પડેલ હોય જેથી તપાસ કરતા ચોરખાનામાંથી ભારતીય બનાવટનો વિદેશી ઈગ્લીશ દારૂની પેટીઓ નંગ ૬૦ બોટલ નંગ ર૮૮૦ કીરૂ.૧,૪૪,૦૦૦ તેમજ મોબાઈલ નંગ ૧ રૂ.પ૦૦ ટ્રક મળી આવતા રૂ.૪,પ૦,૦૦૦ કુલ રૂ.પ,૯૪, પ૦૦નો મુદામાલ કબજે કરેલ હતો પોલીસે આરોપી વગર મુદામાલ કબજે લઈ ગુનો દાખલ કરેલ છે આરોપીની શોધખોળ શરૂ કરેલ છે.

જુગાર રમતા ૮ ઝડપાયા

વેરાવળ શારદા સોસાયટી વિસ્તારમાં મઘ્યરાત્રી ૩ વાગ્યે બંધ મકાનમાં જુગાર રમાતો હોય તેવી બાતમી મળતા પોલીસે દરોડો પાડી ભરત મનસુખ વાઘેલા, દેવાંગ રાજેશ ચૌહાણ, શૈલેષ નાનજી ડાભી, મહેશ નરોતમ વાઘેલા, કીર્તી ગોવિંદ વાઘેલા, અશ્વીન જગજીવન રોગઠીયા, મહેશ ખીમજી ચાંડેગરા, પ્રદિપ રામજી ગોહેલને રોકડા રૂ.૪પ૩૦૦ સાથે ઝડપી લીધેલ હતા.

(12:57 pm IST)