Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

પોરબંદરમાં ઝડપાયેલા રીઢા ગુન્હેગાર પાસેથી ૧૦ ચોરાઉ મોબાઇલ મળ્યા

પોરબંદર,તા.૩૧: એસઓજીએ ૧૦ ચોરાઉ મોબાઇલ સાથે રીઢા ગુન્હેગાર મહેશ ભરતભાઇને પકડી પાડ્યો હતો.

પોરબંદર એસ.ઓ.જી પોલીસ પી.આઈ કે આઈ જાડેજાની સૂચના શહેર પેટ્રોલિંગ દરમિયાન કલીના પુલ પાસે મહેશ ભરતભાઈ રહે.હિંડોરણા રાજુલા વિરુદ્ઘ પીપાવાવ નાગેશ્રી ઉના રાજુલા પોરબંદર પોસ્ટમાં ગુના નોંધાયા હતા તેની તલાસી લેતા મોબાઇલ નંગ ૧૦ અલગ અલગ કંપનીના કિંમત રૂ ૩૬ ૫૦૦ મળી આવતા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

એસ.ઓ.જી.ની ટીમ ની કામગીરીથી અલગ-અલગ ગામના ગુનાનો રીઢો ગુનેગાર ઝડપાયો. આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પી.આઈ કે આઈ જાડેજા એ.એસ.આઇ એમ એમ ઓડેદરા હેડ કોન્સ. કિશનભાઇ ગોરાણીયા મહેબૂબ ખાન બેલીમ સરવણભાઈ સવદાસભાઇ કોન્સ. મોહિતભાઈ ગોરાણીયા સમીર જુણેજા વિપુલભાઈ બોરીયા સંજય કરસનભાઈ માલદેભાઈ મુળુભાઈ ગીરીશભાઈ વાજા તથા પોલીસ સ્ટાફ જોડાયેલ હતા

(1:02 pm IST)