Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

ધોરાજીમાં ૧ અને વંથલીમાં અડધો ઇંચ વરસાદ

રાજકોટ, તા. ૩૧ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણના માહોલ વચ્ચે ધોરાજીમાં એક અને જુનાગઢના વંથલીમાં અડધો ઇંચ વરસાદ પડયો છે.

 ધોરાજી : ધોરાજીમાં શ્રાવણ માસના સરવડા સાથે સાથે અચાનક બપોરના સમયમાં ભારે બફારા બાદ મેઘરાજાએ ભારે પવન સાથે ધમાકેદાર એન્ટ્રી કરતા એક કલાકમાં એક ઇંચ જેવો વરસાદ વરસી ગયો હતો.

ધોરાજીના અનેક નીચાણવાળા વિસ્તારોમાં રસ્તામાં પાણી વહી ગયા હતાં અને લોકોને તેમજ ખેડૂતોને પણ ધમાકેદાર વરસાદની એન્ટ્રીમાં ફાયદો જોવા મળ્યો હતો અને ગરમીમાં રાહત થઇ હતી.

(4:12 pm IST)