Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

કાલાવડના ૪૨ વર્ષીય ખેડૂતે ઝેરી દવા પી લેતા સારવાર હેઠળ

એક તરફ કોરોના કહેર અને વ્યાજના વિષચક્રમાં ફસાતા : સુરત છોડીને પરિવાર સાથે કાલાવડ આવેલા ખેડૂત પરેશભાઇને સતત વ્યાજખોરોની ધમકી મળતી હતી. વ્યાજખોરોએ જમીન પણ લખાવી લીધી હોવા છતા વ્યાજની રકમની સતત માંગણી થતી હતી. . ખેડૂત પરેશભાઇએ દવા પીતા પહેલી એસ.પીને લખેલ ચીઠ્ઠી મળી આવી!!

જામનગર, તા.૩૧: એક તરફ કોરોનાનો કાળો કહેર અને બીજી તરફ વ્યાજનું ચક્ર.... મોંઘવારીના માર વચ્ચે આર્થિક મંદીથી કંટાળીને ખેડૂતે સૌપ્રથમ વતન છોડ્યું.... બાદમાં મજૂરી કરવા પહોંચ્યા અને ત્યાંથી પણ કોરોના કહેર વચ્ચે વતનમાં પરત ફરવું પડયું પરંતુ અહીં પણ તેમનું જીવવું દોહ્યલું બન્યું છે... હાલ જામનગરના કાલાવડમાં વ્યાજના વિષચક્રમાં ફસાયેલા ખેેેડૂતેે ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યાનું સામે આવ્યુ છે.

મળતી વિગત મુજબ કાલાવડમાં કૈલાશ નગર વિસ્તારમાં રહેતા પરેશભાઈ સાવલિયા નામના ૪૨ વર્ષીય ખેડૂતે ખેતરમાં જઇ કપાસમાં નાખવાની ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવવા પગલુુ.. ભરતા ભારે ચકચાર જાગી છે.

ઝેરી દવા પીનાર પરેશભાઇએ દવા પીતા પહેલા પોતે વ્યાજમાં ફસાયા હોવાની ચિઠ્ઠી પણ લખી હતી... આ ચિઠ્ઠીમાં પોતાની જમીન લખાવી હોવાની વાતનો પણ એકરાર કરવામાં આવ્યો છે ત્યારે બે વ્યાજખોરો ના નામ સાથે એસપીને સંબોધન કરેલી ચિઠ્ઠી છે.. ત્યારે ફરી વ્યાજખોરોના ત્રાસથી ખેડૂતે દવા પીધા નું સામે આવ્યું છે.

વ્યાજના વિષચક્રમાં ફસાયેલા પરેશભાઈ નામના ખેડૂત અગાઉ કાલાવડમાં રહેતા હતા તે દરમ્યાન દવા અને બાળકોના અભ્યાસ માટે વ્યાજે ૨.૫ જેટલી રકમ લીધી હતી...ત્યાર બાદ સમયાંતરે ૩.૫ લાખજેટલી રકમ ચૂકવી પણ દીધી હોવાનું પરેશભાઈના પરિવારજનો જણાવી રહ્યા છે.

પરેશભાઈ સાવલિયાએ અગાઉ લીધેલ પૈસાની પઠાણી ઉઘરાણી કરાતા અંતે સુરત પોતાનું રોજી રળવા ગયા હતા.આ દરમિયાન પોતાની ૬ વિઘા જેટલી જમીનને આ વ્યાજખોરોએ લખાવી લીધી હતી. દિવસે દિવસે વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે કોરોના ના કપરાકાળ વચ્ચે સુરત છોડી પરત કાલાવડ આવેલા પરિવારના મોભીને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી અંતે દવા પી લીધી છે.

જામનગર જિલ્લાના કાલાવડમાં પોતાની પત્ની અને બે બાળકો સાથે આવેલા પરેશભાઈ સાવલિયાનામના ખેડૂતે ફરી વતનમાં આવ્યા પરંતુ અહીં પણ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી અંતે આપદ્યાત કરવા ઝેરી દવાનો સહારો લીધો છે.. હાલ આ ખેડૂત જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે.....ત્યારે દવા પીનાર ખેડૂતના પરિવારજનોના જણાવ્યા પ્રમાણે વ્યાજના વિષચક્રમાં મુદ્દલથી વધુ વ્યાજ આપી અને ખેતીની જમીન પણ વ્યાજખોરોએ લખાવી લેતા વધુ વ્યાજની રકમ માંગતા વ્યાજખોરો બેફામ બન્યા છે... ત્યારે દવા પીતા પૂર્વે એસપીને લખાયેલી ચિઠ્ઠી અંગે પોલીસ શું પગલાં લે છે તે જોવું રહ્યું...

હાલ પરેશભાઇને જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે.

ઘટના સ્થળે પોલીસે દોડી જઇને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.(તસવીરઃકિંજલ કારસરીયા,જામનગર)

ખેડૂત પાસેથી દવા પીતા પહેલા મળી આવેલ સ્યુસાઇડ નોટમાં શુ લખ્યું છે ?

જામનગર,તા. ૩૧: ખેડૂતે દવા પીતા પહેલા લખેલ સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે મારૂ નામ પરેશ ધરમશીભાઇ સાવલીયા છેલ્લા ૩ વર્ષેથી માનસીક અને આર્થિક પીડાતો આવું છું હું મારી જીંદગીથી કંટાળી ગયો છું. અને  હું આત્મ હત્યા કરૃં છું. આના સિવાય મારી પાસે એકેય રસ્તો ન હતો. મારી આત્મહત્યાનું મુખ્ય કારણ મારી જમીન છે. મારી રાત દિવસ એક કરી અને મહેનતથી જમીન લીધેલી મારે આગમ્ય કારણોસર છોકરાઓની ફ્રી અને દવાખાનાનું જંગી ખર્ચ આવતા દસરથસિંહ ભરતસિંહ જાડેજા (મુળગામ ટોડા રહે છે. હાલ કૈલાશનગરમાં રહે છે) મો. ૯૯૭૮૭ ૯૨૭૨૯ અને અમેના પાટનર જયપાલસિંહ જાડેજા )(મુળગામ મુળિલા મો. ૯૮૨૫૯ ૨૨૭૯૪)બંને પાટનર પાસેથી ૨,૪૦,૦૦૦ની રકમ ૫ % વ્યાજ દરે લીધેલી. પૈસા લીધાના ૧ વર્ષની અંદર ૩,૫૦,૦૦૦ રૂા નું તોતીંગ વ્યાજ ચુકાવ્યા બાદ મને મારી નાખવાની ધમકી મારા ઘર પરિવારને મારવાની ધમકી મારા ઘરવાળીન અસભ્યવર્તન અને મને માનસીક ટોરચર બાદ હું કંટાળી ગયો દસરથસિંહ ભરતસિંહ જાડેજાએ મારી ૭ વિઘા જમીન મુળ ગામ મોટી માટલીમાં આવેલી જમીન ફરીથી અને મારા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપતા મારી જમીન દસરથસિંહએ અને એમના પિતા ભરસિંહ અને જયપાલસિંહએ ભરતસિંહને બળ જબરી પૂર્વક તેમના નામ જમીન કરાવી લીધી. દસરજીસિંહ અને જયપાલસિંહના ત્રાસની મારા પરિવારની સુરક્ષા માટે સુરત છોડીને ત્રિમાસિક  રીયો જમીન લખી દેવા છતા મને અને મારા પિતામરી ને તોતીંગ  વ્યાજની ઉઘરાણી અને ઘાક ધમકી આપી તે માટે દસરથસિંહ ભરતસિંહ જાડેજા  અને જયપાલસિંહ જાડેજા અને જયપાલસિં જાડેજા  આ બંને વ્યકિતને કારણે હું આત્મા હત્યાનું પગલું ભરૃં છું મારા છોકરાઓને જમીન પરત આપવા S.P.શ્રી સરદ સિંગલ સાહેબ.

લી.

પરેશ ધરમશીભાઇ સાવલીયા

(3:00 pm IST)