Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

ભાણવડના ધુમલીમાં કુવામાં દિપડો મરી ગયો!

અકસ્માતે કુવામાં પડી ગયેલ વનખાતાએ રેસ્કયુ કર્યુઃ કુવામાંથી કાઢવા થતા કર્મચારીને સાપ કરડી ગયોઃ ડુબી જવાથી દિપડાનું મોત થયુ

ખંભાળીયા તા.૩૧ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ પાસેનો ખરડા ડુંગરનો વિભાગ દીપડાનું અભ્યારણ છે તથા અહી ઘણા દીપડા રહે છે. હાલ ભારે વરસાદ પડતા જંગલમાં હરિયાળી તથા ઘાસ ઉગી ગયું હોય ગઇકાલે સાંજે એક દિપડો ધુમલી પાસેથી નીકળતા અકસ્માતે કુવામાં પડી ગયો હતો.

દીપડો કુવામાં પડી જતા જંગલખાતાને જાણ કરતા આરએફઓહર્ષાબેન પંપાળીયાએ રેસ્કયુ કરીને તેને બહાર કાઢવા જહેમત ઉઠાવી હતી.

કુવો ૮૦ ફુટ ઉંડો તથા પાણીથી ભરપુર હોય આ કુવામાંથી ખાટલી નાખીને દોરડાની મદદથી દીપડાને બહાર કાઢવા રેસ્કયુ કરાયું હતું કુવામાંથી બહાર કાઢવાના વખતેજ આ ખાટલીમાં સાપ બે પાણીમાંથી કાઢવા ચડી ગયા હતા તે પૈકી એક સાપના કરડવાથી કે સાપ ફુફાડા મારતા આ દીપડો હજી કુવામાં પડી ગયો હતો જે પછી ડુબી જતા મૃત્યુ પામ્યો હતો.

આજે વહેલી સવારથીજ આર.એફ.ઓ હર્ષાબેન પંપાળીયાએ દીપડાના મૃતદેહને બહાર કાઢવા રેસ્કયુ શરૂ કરેલુ પણ ચારેક પ્રયત્નો કર્યા પણ સફળતા ના મળતા કાર્ય ચાલુ રાખ્યં હતું.

પહેલા તો કુવામાં બે સાપ હોય ભાણવડના એનિમલ લવર્સ ગ્રુપના અશોક ભટ્ટને બોલાવીને સાપ કાઢવા પ્રયાસો હાથ ધરાયા હતા પણ ૮૦ ફુટ ઉંડા કુવામાં આ સાપ દેખાયા બાદમાં તથા દીપડો કુવામાં ડુબી ગયો હોઇ તથા ૮૦ ફુટ ઉંડો આખા પાણી ભરેલો કુવો ૬૦ ફુટ પાણી ભરેલ હોય દીપડાના શબને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધરાયા છે.

ભાણવડના ધુમલી વિસ્તારમાં દીપડા ઘણા છે જેવો કયારેક નજીકના ગામ મંદિરો સુધી પણ પહોંચી જાય છે.

(3:04 pm IST)