Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

ધોરાજીના એડવોકેટ કાર્તિકેય પારેખની કાયદા વિભાગ દ્વારા ગૌ વંશ ગૌરક્ષાના કેસો ચલાવવા માટે સ્પેશિયલ પી.પી તરીકે નિમણૂક કરાઈ

ધોરાજી: ધોરાજીના એડવોકેટ કાર્તિકેય પારેખની કાયદા વિભાગ દ્વારા ગૌ વંશ ગૌરક્ષાના કેસો ચલાવવા માટે સ્પેશિયલ પી.પી તરીકે નિમણૂક કરાઈ  છે
ધોરાજી ના યૂવા એડવોકેટ ની ધ ગૂજરાત એનીમલ પિઝવેશન એકટ 1954 હેઠળ ના ગૂજરાત એનીમલ પિઝવેશન રૂલ્સ 2017હેઠળ ના ગોવંશો/ગોરક્ષા ના કેસો ચલાવવા કાયદા વિભાગ દ્વારા રાજકોટ જીલ્લા ના સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિમણૂક કરાઈ છે
 ગુજરાત સરકાર ના કાયદા વિભાગના પરિપત્ર થી ધોરાજી પાંજરાપોળ અને ગૌશાળા ના પ્રમુખ યૂવા એડવોકેટ કાર્તિકેય મનોજભાઈ પારેખ ને રાજકોટ જિલ્લામાં ગૌવંશ અને ગૌરક્ષા ના કેસ ચલાવવા માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિમણૂક કરવામાં આવી છે
  ગૂજરાત એનીમલ પિઝવેશન એકટ 1954 હેઠળ ના ગૂજરાત એનીમલ પિઝવેશન રૂલ્સ 2017હેઠળ ના ગોવંશો/ગોરક્ષા ના કેસો ચલાવવા કાયદા વિભાગ દ્વારા રાજકોટ જીલ્લા ના સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિમણૂક પામેલા  કાર્તિકેય પારેખ  2011 થી ધોરાજી એડીશનલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં પબ્લિક પ્રોસિક્યુટર તરીકે ફરજ બજાવી રહ્યા છે અત્યાર સુધીમાં કુલ 94 આરોપીઓને સરકાર તરફે સજા કરાવવા માટે તેઓ સફળ રહ્યા છે. ધોરાજી નો ચકચારી કેસ કે જેમાં ધોરાજીના સલીમ ઉર્ફે કાદર એ પોતાની દીકરી ની જાન જમાડવા માટે પડોશી ની વાછડી ની કતલ કરી અને મિજબાની કરી હતી તે કેસમાં ત્રણ મહિના જેવા ટૂંકા સમયમાં સરકાર પક્ષે કેસ પુરવાર કરી ને આરોપીને પ્રથમ સજા ની કાયવાહી કરાઈ છે ગોવંશો ની જીવદયાપાંજરાપોળના કાર્ય સાથે પ્રત્યક્ષ જોડાયેલા હોવાથી જીવદયા પ્રેમીઓમાં કાર્તિકેય મનોજભાઈ પારેખ ની નિમણૂક ને ધોરાજી  વેપાર ઉદ્યોગ મહામંડળ  પ્રમુખ  લલીતભાઈ વોરા અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી  કિશોરભાઈ રાઠોડ વિગેરે ધોરાજી ની વિવિધ સામાજિક સંસ્થાઓ ના  રાખો  તેમજ વિવિધ પાંજરાપોળ ગૌશાળા ના પ્રમુખ ટ્રસ્ટીઓ  જૈન સમાજના  અગ્રણીઓ વિગેરે આવકારેલ છે.(તસ્વીર. કિશોરભાઈ રાઠોડ)

(7:06 pm IST)