Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

સિંધુની ફેન બની વર્લ્ડ નં.૧ શટલર

નવી દિલ્હીઃ રમતમાં હાર જીત તો થતી રહેતી હોય છે. દરેક દિવસ દરેક ખેલાડીનો નથી. તેમજ તેને મળેલી દરેક તકનો તે લાભ ઉઠાવી શકતો નથી. આવું જ કંઇક ટોક્યોની બેડમિન્ટન કોર્ટમાં વિશ્વની નંબર વન મહિલા શટલર તાઈ ત્ઝુ-યિંગ સાથે થયું. ચાઇનીઝ તાઇપેઇની બેડમિન્ટન ખેલાડી ગોલ્ડ મેડલની પ્રબળ દાવેદાર હતી.  તેણે સેમીફાઇનલમાં ભારતની પીવી સિંધુને હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. પરંતુ ત્યાં તે ચીનની ચેન યુફેઈ સામે ગોલ્ડ મેડલ માટેની લડાઈ હારી ગઈ હતી. જ્યારે આ હાર તેને હચમચાવી દીધી, ત્યારે ભારતની પીવી સિંધુએ તેને પ્રોત્સાહન આપ્યું. આ ખુલાસો તાઈ ત્ઝુ-યિંગે કર્યો હતો.

(4:04 pm IST)