Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

જોકોવિચની ફ્રેન્ચ ઓપનમાં ૭૦મી જીતઃ ફેડરરની બરાબરી

મહિલાઓમાં બીજા નંબરની કેરોલીના પ્લિસ્કોવા બીજા રાઉન્ડમાં જ બહારઃ અપસેટ

પેરિસ : વર્લ નંબર વન નોવાક જોકોવિચ    ફ્રેન્ચ ઓપનમાં બીજા રાઉન્ડમાં લિથુ આનિયાના રિચર્ડસ બેરાન્કિસને સીધા સેટમાં ૬-૧, ૬-૨, ૬-રથી હરાવીને ત્રીજા રાઉન્ડમાં પહોંચી ગયો હતો. જોકોવિચની આ ફ્રેન્ચ ઓપનમાં ૭૦મી જીત હતી. આ સાથે આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ મેચ જીતવાની બાબતમાં રોજર ફેડરરની બરોબરી કરી લીધી હતી. જોકે તે હજજી હાઈએસ્ટ જીતના રાફેલ નડાલથી ૨૫ મેચ દૂર છે. મહિલાઓમાં સેકન્ડ સીડેડ કરોલિના પ્લિસ્કોવા બીજા રાઉન્ડમાં હારીને બહાર થઈ જતાં અપસેટ સર્જાયો હતો. પ્લિસ્કોવાને ૪૩મા ક્રમાંકિત જેલેના ઓસ્ટોપેન્કોએ સીધા સેટમાં ૬-૪, ૬-રથી હરાવી હતી. સૌથી વધુ મેચ જીતવાની બાબતમાં રોજર ફેડરરની બરોબરી કરી લીધી હતી.

 જોકે તે હાઈએસ્ટ જીતના રાફેલ નડાલથી ૨૫ મેચ દૂર છે. મહિલાઓમાં સેકન્ડ સીડેડ કરોલિના પ્લિસ્કોવા બીજા રાઉન્ડમાં હારીને બહાર થઈ જતાં અપસેટ સર્જાયો હતો. પ્લિસ્કોવાને ૪૩મા ક્રમાંકિત જેલેના ઓસ્ટોપેન્કોએ સીધા સેટમાં ૬-૪, ૬-રથી હરાવી હતી.

(3:50 pm IST)
  • પંજાબમાં રાત્રી કર્ફ્યુ તથા રવિવાર માટે લોકડાઉનમાંથી મુક્તિ : અનલોક 5 અંતર્ગત ચીફ મિનિસ્ટર કેપટન અમરિન્દર સિંઘની ઘોષણાં : માસ્ક પહેરવા સહીત અન્ય સુરક્ષા નિયમોનું ચોક્કસપણે પાલન થાય તે જોવા ડીજીપી ને સૂચના આપી access_time 8:00 pm IST

  • સત્તાધારી ભાજપ પાર્ટી રામનું નામ લઇ નથુરામનું કામ કરે છે : હાથરસ જઈ રહેલા રાહુલ ગાંધી અને પ્રિયંકાના કાફલાને રોકી ગેરવર્તન કરવા બદલ ભાજપ સરકારની એનસીપી સુપ્રીમો શરદ પવારે ટીકા કરી access_time 7:49 pm IST

  • દેશમાં સૌથી વધુ કોરોનાથી અસરગ્રસ્ત ૫ રાજયો (રીકવરી, મૃત્યુ અને એકટીવ કેસ સાથે) :(૧) મહારાષ્ટ્ર - ૧૪,૦૦,૯૨૨ (૨) આંધ્ર - ૭,૦૦,૨૩૫ (૩) તામિલનાડુ - ૬,૧૧,૮૩૭ (૪) કર્ણાટક - ૬,૦૩,૨૯૦ (૫) ઉત્તરપ્રદેશ - ૪,૦૩,૧૦૧ access_time 11:24 am IST