Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

બ્રિટિશ બેટર્સનો રેકોર્ડ બ્રેકિંગ પર્ફોર્મન્‍સ

પાકિસ્‍તાનના રાવલપિંડી શહેરમાં ગઇ કાલે પ્રથમ ટેસ્‍ટના પહેલા જ દિવસે ઇંગ્‍લેન્‍ડે ટોસ જીત્‍યા પછી રનનો ઢગલો કર્યો હતો. ૭૫ ઓવરની જે રમત થઇ શકી હતી એમાં બેન સ્‍ટોક્‍સની ટીમે ૫૦૬ રન બનાવ્‍યા હતા જેમાં ઓપનર્સ ઝેક ક્રોવ્‍લી (૧૨૨ રન, ૧૧૧બોલ, એકવીસ ફોર) તથા બે ડકેટ (૧૦૭ રન, ૧૧૦ બોલ, ૧૫ ફોર), વનડાઉન બેટર તથા વિકેટ કીપર ઓલી પોપ (૧૦૮ રન, ૧૦૪ બોલ,૧૪ ફોર) તેમ જ હેરી બ્રુક (૧૦૧ નોટઆઉટ, ૮૧ બોલ, બે સિક્‍સર, ૧૪ ફોર) ની સદીનો સમાવેશ હતો. ખુદ કેપ્‍ટન સ્‍ટોક્‍સ ૩૪ રને રમી રહ્યો હતો.

પાકિસ્‍તાનના બધા બોલર્સની બોલિંગમાં બ્રિટિશ બેટર્સે ધુલાઇ કરી હતી. બે વિકેટ લેનાર ઝહીદ મહમૂદની ૨૩ ઓવરમાં ૧૬૦ રન, નસીમ શાહની ૧૫ ઓવરમાં ૯૬ રન, મોહમ્‍મદ અલીની ૧૭ ઓવરમા પણ ૯૬ રન, હેરિસ રઉફની ૧૩ ઓવરમાં ૭૮ રન બન્‍યા હતા. આગા સલમાન અને સાઉદ શકીલની ઓવરમાં અનુક્રમે ૩૮ અને ૩૦ રન બન્‍યા હતા.

ઇંગ્‍લેન્‍ડે ૪ વિકેટે ૫૦૬ રન બનાવીને ૧૧૨ વર્ષનો વિક્રમ તોડયો છે. ૧૯૧૦માં સિડનીમાં સાઉથ આફ્રિકા સામે ઓસ્‍ટ્રેલિયાએ બે પ્‍લેયરની સદીની મદદથી પહેલા દિવસે ૫૨૮ રન બનાવ્‍યા હતા. ત્‍યાર પછીના ૧૧૨ વર્ષમાં ટેસ્‍ટના પ્રથમ દિવસે કોઇ ટીમે ૫૦૦-પ્‍લસ રન નહોતા બનાવ્‍યા. ટેસ્‍ટના એક દિવસમાં સૌથી વધુ રન બનાવવામાં આવ્‍યા હોવાનો પણ આ સેકન્‍ડ-બેસ્‍ટ સ્‍કોર છે.

કોઇ એક ટીમના ચાર બેટર્સે ટસ્‍ટના પ્રથમ દિવસે સેન્‍ચુરી ફટકારી હોવાનો પણ આ પહેલો કિસ્‍સો છે અને એ રેકોર્ડ ઇંગ્‍લેન્‍ડના નામે લખાયો છે. ટેસ્‍ટમાં એક ઓવરમાં ચાર ફોર ફટકારવાની બ્રુકે સંદીપ પાટીલ, ગેઇલ  સરવન, જયસૂર્યા જેવી સિદ્ધિ પણ મેળવી છે.

(6:09 pm IST)