Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

ફિટનેસ પ્રત્‍યે વિરાટનો ઉત્‍સાહ જરા પણ ઓછો થયો નથી

નવી દિલ્‍હી : વિરાટ કોહલીએ પણ સ્‍વીકાર્યુ છે કે તેની સફળતા પાછળ તેની ફીટનેસનો મોટો હાથ છે. આરસીબીના ફીટનેસ કોચ શંકર બાસુ કહે છે કે તે હજુ પણ બાળકની જેમ જીમમાં આવે છે. તે આજે પણ એવા જ છે જે પહેલા હતા. તેમનો ઉત્‍સાહ એક ટકા પણ ઓછો થયો નથી. બલ્‍કે સત્‍ય એ છે કે એ ઉત્‍સાહ વધુ ને વધુ વધ્‍યો છે. જે રીતે તે પોતાની ફીટનેસ માટે સમર્પિત છે અને ઘણા લોકો માટે પ્રેરણારૂપ છે. ફીટનેસ માટે કેટલીક કસરતો સતત કરવી પડે છે. ઈટ વેલ, સ્‍લીપ વેલ, ટ્રેન વેલ અને રીપીટ ફીટ રહેવાનો આ મંત્ર છે.

(3:07 pm IST)