Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

ગુજરાત ટાઇટન્‍સની ટીમે મન ભરીને ડાંડીયા રમ્‍યા

આઇપીએલની ૧૫ મી સીઝનમાં પ્‍લે ઓફમાં પોતાનું સ્‍થાન પાકુ કરનાર ગુજરાત ટાઇટન્‍સ પ્રથમ ટીમ બની છે ત્‍યારે ગુજરાત સ્‍થાપના દિવસ અંતર્ગત એક સમારોહમાં સમગ્ર ટીમ અને પરિવારના સભ્‍યોએ ભાગ લીધો હતો. સમારોહ દરમિયાન કેપ્‍ટન હાર્દિક પંડયા, સ્‍ટાર ખેલાડીઓ રાશીદ ખાન, રાહુલ તિવેટીયા સહીતનાઓએ પારંપરીક વષાોમાં સજ્જ થઇ મનભરીને ડાંડીયા રમ્‍યા હતા. કોચ આશીષ નહેરા સહિતના સપોર્ટીંગ સ્‍ટાફ પણ જાણે ક્રિકેટનું કોચીંગ આપતા હોય તેમ વિદેશી ખેલાડીઓને ડાંડીયા શીખડાવતા નજરે પડયા હતા. હાર્દિક પંડયાએ પત્‍ની અને પુત્ર સાથેનો ફોટો સોશ્‍યલ મીડીયામાં શેર કરી માય સ્‍ટ્રેસ્‍થ કેપ્‍શન આપ્‍યુ હતું.

(3:26 pm IST)